અમેરિકા તેમજ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એવા એલોન મસ્ક ની કંપની Starlink ના દ્વારા મળેલા સમાચાર દુનિયાની દ્રષ્ટિએ ઘણા મોટા છે. Starlink અત્યાર સુધી ભારતની અંદર માત્ર સેટેલાઈટ ઇન્ટરનેટ એટલે કે જેને વેનીલા બ્રોડબેન્ડ તરીકે કહેવામાં આવ્યું છે, તે આપવાની તૈયારી કરી રહી હતી. પણ હવે એવું જણાવવામાં આવે છે કે તેઓ એક નવી ટેકનોલોજી લાવવા માંગે છે કે જેને D2D ( ડિવાઇસ ટુ ડિવાઇસ) કહેવામાં આવે છે.
આ પ્રકારની ટેકનોલોજી નો ઉપયોગ કરવા માટે Starlink ને ભારતીય દેશની સ્પેસ ઓથોરિટી IN-SPACe ના દ્વારા મંજૂરી લેવી ફરજિયાત પણે જરૂરી રહેશે. તેમ જ આ ટેકનોલોજી ની ખાસિયત વિશે વાત કરીએ તો તેના દ્વારા તમારા મોબાઇલ ની અંદર કોઈપણ ટાવર વગર સેટેલાઈટ ના દ્વારા સિગ્નલ આવશે, જે દ્વારા ખાસ કરીને નેટવર્ક વગરના અમુક પછાત વિસ્તારોમાં આ ટેકનોલોજી ખૂબ જ વધુ ઉપયોગી અને લાભદાયી થશે.
ભારત દેશની સ્પેસ રેગ્યુલેટરી સંસ્થા તરીકે ઓળખાતી IN-SPACe ના દ્વારા ડાર્લિંગ ની અગાઉની એક અરજી ને સ્વીકાર કરવામાં આવી ન હતી. આ અરજી “Gen 2 constellation” એટલે કે બીજી પેઢીના સેટેલાઈટ સમૂહના માટે હતી. જો આ મંજૂરી Starlink ને મળી ગઈ હોત તો તેઓની તમામ એડવાન્સ સેવાઓ જેમ કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને ડિવાઇસ ટુ ડિવાઇસ કનેક્ટિવિટી એકસાથે ભારતની અંદર શરૂ થઈ જાત. પરંતુ મંજૂરીને સ્વીકાર ન કરવાના કારણે હવે કંપની દ્વારા શક્ય દરેક નવી ટેકનોલોજી માટે અલગ અલગ પ્રકારની મંજૂરી લેવી પડશે.
ભારત સરકાર દ્વારા સ્ટારલિંકને કેટલી અને કયા પ્રકારની મંજૂરી મળી?
એલોન મસ્ક ઘણા લાંબા સમયથી તેઓના બિઝનેસ ભારતની અંદર લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને હવે ધીરે ધીરે તેઓ ભારતની અંદર આવી રહ્યા છે. ટૂંક સમય પહેલા જ તેઓની Tesla કંપની ભારતની અંદર મુંબઈ શહેરમાં તેઓનું પ્રથમ આઉટલેટ ખોલ્યું હતું.
અગાઉ સ્ટારલિંક ના દ્વારા ભારતની અંદર પોતાની સર્વિસીસ ચાલુ કરવા માટે બે પ્રકારની સેટેલાઈટ નેટવર્ક ( Gen1 અને Gen 2) માટેની અરજી સરકારને કરી હતી. ભારતીય સરકારની સંસ્થા એવી IN-SPACe ના દ્વારા માત્ર Gen 1 ને જ મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ નેટવર્ક Gen 1 ના દ્વારા 4408 જેટલી સેટેલાઈટસ ના દ્વારા સામાન્ય ઇન્ટરનેટ એટલે કે બ્રોડબેન્ડ સેવાઓને આપશે.
જ્યારે Gen 2 અરજીને તો સરકાર દ્વારા સ્વીકારવામાં આવી ન હતી. કારણ કે તેઓ ભારતીય સરકારના અમુક જરૂરી અને ચોક્કસ નિયમો તેમજ શરતોને પૂરું કરવામાં આ સફળ રહી હતી તેથી તે અરજીને ફગાવી દેવામાં આવી.
શા માટે ભારતીય સરકાર દ્વારા Gen 2 સિસ્ટમને મંજૂરી આપવામાં ના આવી?
સરકારના એક સરકારી અધિકારીના દ્વારા જાણવામાં આવ્યું હતું કે સ્ટારલિંકની નવી સિસ્ટમ Gen 2 ની અંદર જૂની સિસ્ટમની સરખામણીમાં અલગ અલગ સુવિધાઓ તેમજ અલગ ફ્રિકવન્સી બેન્ડ ( રેડિયો તરંગોના પટ્ટા) છે. અને તેમાંથી અમુક પ્રકારના ફ્રિક્વન્સી બેન્ડ એવા છે કે નો ઉપયોગ કરવાની ભારતની અંદર પરવાનગી છે જ નહીં.
આજે એક મુખ્ય કારણ હતું કે જે પૂરું ન કરી શકવાના કારણે ભારત સરકારના દ્વારા તેઓની ‘Gen 2 ટેક્નોલોજી’ સિસ્ટમને મંજૂરી આપવામાં ન આવી. આ પ્રકારની નિયમો અને શરતો સરકારના હતા જે સ્ટારલિંક ના દ્વારા સફળતાપૂર્વક પુરાના થયા નહીં.
તેમજ IN-SPACe ના ચેરમેન પવન કુમાર દ્વારા તાજેતર ની અંદર ઇકોનોમિક ટાઇમ્સ ને પૃષ્ટિ કરી હતી કે IN-SPACe ના દ્વારા સ્ટારલિંક ની કોન્સ્ટેલેશનને મંજૂરી આપી નથી.
એક સરકારી અધિકારીના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે સ્ટારલીંક ના દ્વારા 3-4 વર્ષ અગાઉ પહેલીવાર અરજી કરી હતી ત્યારે ડિવાઇસ ટુ ડિવાઇસ ટેકનોલોજી વિશ્વભર ની અંદર અથવા ભારતની અંદર ખૂબ જાણીતી તેમજ પ્રચલિત હતી નહીં.
આ પ્રકારની ટેકનોલોજી જે સ્ટારલિંક ના દ્વારા અરજી થયેલ છે તે હમણાં છેલ્લા થોડા સમય પહેલા જ વિકસી છે. સ્ટારલિંક ના દ્વારા નવી Gen 2 સિસ્ટમની અંદર ડિવાઇસ ટુ ડિવાઇસ ના સહિતની ઘણી બધી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જે એડવાન્સ છે. તેમજ જ્યારે કંપનીના દ્વારા આ સુવિધાઓ માટે ફરીથી અરજી કરશે ત્યારે અમે તેની ફરીથી એક વખત તપાસ કરીશું તેમજ આગળ નું ડિસિઝન લેશું તેવું સરકારી અધિકારીએ અલગથી કર્યું.
હાલાકી એલોન મસ્કની સ્ટારલિંક કંપનીના તરફથી ઘણા સમયથી Gen 2 ટેકનોલોજીને લઈને ભારત સરકાર સમક્ષ ફરીથી અરજી કરવાના બાબતે કોઈપણ સત્તાવાર નિવેદન હજી આપ્યું નથી.
જ્યારે ભારતીય મીડિયા અને પત્રકારો ના દ્વારા સ્ટારલિંક કંપનીને પૂછ્યું હતું કે તેઓ Gen 2 નેટવર્કના માટે ક્યારે ફરીથી નવેસરથી અરજી કરવાના છે અથવા તેઓની ભવિષ્યની માટે કયા પ્રકારની તૈયારી છે? ત્યારે કંપનીના તરફથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો ન હતો.
સામાન્ય રીતે જ્યારે કોઈ પણ કંપનીની અંદર કાનૂની પ્રક્રિયા ચાલી રહેલ હોય ત્યારે કંપની દ્વારા જ્યાં સુધી દરેક વસ્તુ ફાઈનલ ના થાય ત્યાં સુધી પબ્લિકની અંદર કોઈપણ પ્રકારનું નિવેદન આપવો પસંદ કરતી નથી તે સમય ગાળા દરમિયાન તેઓ મૌન રહેવું સાચું સમજે છે.
ભવિષ્યની અંદર D2D ટેકનોલોજીને લઈને ભારતીય સરકારની તૈયારીઓ!
હાલની અંદર આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર એવી કોઈપણ કાયદાકીય વ્યવસ્થા નથી કે જે સીધા સેટેલાઈટ થી મોબાઇલ કનેક્શન D2D ને સીધી રીતે મંજૂરી આપી. ટેલિકોમ વિભાગ DoT આ નવી ટેકનોલોજીના ઉપર ઊંડો વિચાર કર્યો છે કે તેને ભારતમાં કઈ રીતના આવા વાળા સમયની અંદર લાગુ કરી શકાય?
આવનારા ટૂંક સમયની અંદર જ ભારત સરકાર TRAI ને આ બાબત પર પોતાનો એક રિપોર્ટ મોકલશે અને અપડેટ કરશે કે આ સર્વિસીસ નો પ્રાઈઝીંગ મોડ્યુલ કયા પ્રકારનું હોવું જોઈએ તેમજ તેને ચલાવવા માટે કયા પ્રકારની પદ્ધતિઓ ઉપયોગમાં કરવામાં આવે.
નવી ટેકનોલોજીને ભારતથી અંદર લાવવા માટે સરકારની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. કોઈપણ પ્રકારની વાયરલેસ સર્વિસીસ ને ચાલુ કરવા માટે Spectrum bands ફાળવવા અત્યંત જરૂરી છે. ટેલિકોમ વિભાગ અને TRAI ના દ્વારા અત્યારે એ નક્કી કરવામાં આવી રહ્યું છે કે ડિવાઇસ ટુ ડિવાઇસ સર્વિસીસ માટે કયા પ્રકારના તરંગો ને વાપરવા?
તેના માટે સરકાર હાલમાં તમામ Stakeholders ના સાથે વાતચીત કરી રહી છે કે જેની અંદર :
- મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ : જેથી મોબાઈલ ફોન ટેકનોલોજીને સપોર્ટ કરે.
- ઓપરેટિંગ સિસ્ટમ ( જેમ કે IOS/ Android) : સોફ્ટવેર ના અપડેટ્સ માટે.
- Satcom કંપનીઓ: જે સેટેલાઈટની સેવા આપે.
આ પ્રકારની વાત હાલના સમયમાં સરકાર તેઓના Stakeholders ના જોડે વાત કરી કરી રહેલ છે.
ભારતીય ટેલિકોમ કંપનીઓ શા માટે ચિંતા નો વિષય?
ભારતીય ટેલિકોમ કંપનીઓ જેમકે Jio, Airtel અને Vi કેમ સ્ટારલિંક જેવી કંપનીઓ થી ડરે છે આ માટેના મુખ્ય કારણ ઘણા બધા છે. ભારતની ટેલિકોમ કંપનીઓ (Telcos) ભારત સરકારની ખૂબ લાંબા સમયગાળાથી કહી રહી છે કે આ D2D સર્વિસીસ તેઓના ચાલી રહેલા બિઝનેસ માટે ખતરના વિષય બની શકે છે.
તેમના દ્વારા એવું કહેવું છે કે જો સરકાર સેટેલાઈટ કંપનીઓને સીધા તેમના ગ્રાહકોને મોબાઇલ કનેક્ટિવિટી આપવાની મંજૂરી આપી દેશે તો આ કંપનીઓ પર પણ તે જ પ્રકારના કડક નિયમો અને ટેક્સને લગાડવા જોઈએ કે જે હાલમાં Jio તેમજ Airtel જેવી ટેલિકોમ કંપનીઓ પર લાગી રહેલ છે. આ કંપનીઓ સરકારને “Same Service, Same Rules” ની અપીલ કરી રહી છે જેથી દરેક માટે નિયમો અને તેના રેગ્યુલેશન્સ સરખા હોય.
દુનિયાભરના અલગ અલગ દેશોની અંદર પણ આ ટેકનોલોજીનો ઉપયોગ હાલમાં કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડા જેવા દેશો ના દ્વારા ખૂબ પહેલાથી જ એવા નિયમો બનાવવામાં આવ્યા છે કે જેનાથી સેટેલાઈટ દ્વારા મોબાઈલ નેટવર્કને વધુ મજબૂત બનાવી શકાય. અમેરિકા દેશની અંદર પણ સ્ટારલીંક ના દ્વારા ત્યાની જાણીતી ટેલિકોમ કંપની T-Mobile ની સાથે પાર્ટનરશીપ કરેલ છે.
તે ભાગીદારીના મુખ્ય હેતુ એવો છે કે અમુક એવી જગ્યા જેમ કે જંગલો, પહાડો કે અમુક એવા પ્રકારના પછાત વિસ્તારો જ્યાં મોબાઈલ ટાવર ના નેટવર્કની અવેલેબિલિટી નથી તે વિસ્તારમાં રહેતા લોકો ના ફોન સીધા સ્ટારલિંક સેટેલાઈટ ની સાથે કનેક્ટ સરળતાથી થઈ શકે છે અને તેવા વિસ્તારમાં નેટવર્કની ઉપલબ્ધતા મળી જાય છે.
સ્ટારલિંક ને અમેરિકા દેશની એક જાણીતી રેગ્યુલેટરી સંસ્થા FCC ના દ્વારા અલગથી લગભગ 7500 જેટલા Gen 2 સેટેલાઈટ લોન્ચ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. તેની સાથે જ અવકાશની અંદર સ્ટારલિંક સેટેલાઈટ ની સંખ્યા હવે 15000 જેટલી પહોંચી જવાની છે. આ પ્રકારની મંજૂરી મળ્યા બાદ સ્ટારલિંક તેના સેટેલાઈટને વધુ આધુનિક ડિઝાઇન તેમજ હાલમાં ચાલી રહેલી લેટેસ્ટ ટેકનોલોજી ની સાથે અપગ્રેડ કરી શકશે જેથી સુવિધાઓમાં હજુ વધારો થશે.
આ પ્રકારની નવી સેટેલાઈટ અલગ અલગ ફ્રિકવન્સી બેન્ડ પર કામ કરશે તેમજ અમેરિકાની બહાર અન્ય દેશોમાં પણ જે દેશ સ્ટારલિંકની ટેકનોલોજી નો ઉપયોગ થાય છે ત્યાં પણ આ સુવિધા ને સરળતાથી પૂરી પાડવામાં સફળતા મળશે.






