---Advertisement---

ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.

By Dory
On: January 28, 2026 |
152 Views
ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.
---Advertisement---

અમેરિકા દેશની એક સરકારી સંસ્થા (USTDA)  ભારત દેશની અંદર એક મોટો દરિયાઈ કેબલ પ્રોજેક્ટ SCNX3 શરૂ કરવામાં મદદ કરી રહી છે તેવા સમાચાર મળેલ છે. આ આ કેબલ દરિયા ની અંદરથી સિંગાપોર અને ભારત વચ્ચે જોડાવામાં આવશે. આનો મુખ્ય હેતુ એવો માનવામાં આવે છે કે ઇન્ટરનેટ અને ડેટા સેન્ટર્સ ની સ્પીડ અને સુરક્ષાની અંદર વધારે જોવા મળશે.

 આ પ્રોજેક્ટ ની અંદર અમેરિકાની એક વિશ્વાસપાત્ર ટેકનોલોજી નો ઉપયોગ ની સહાયતાથી ઉપયોગ કરવામાં આવશે જેના કારણે ડેટા સુરક્ષામાં વધારો થાય. 

ધ્યાનપૂર્વક કરેલો અભ્યાસ અને પ્રોજેક્ટ દ્વારા દરિયાના અંદરથી સુરક્ષિત કેબલ રાખવામાં આવશે. આનો એક ફાયદો એ છે કે આનાથી અમેરિકન કંપનીઓ માટે બિઝનેસ કરવા માટે નવી નવી તક ઉભી થશે તેમ જ એશિયાના અનેક દેશો તેમના ડિજિટલ રીતે લક્ષ્ય પૂરો કરવામાં મદદ પણ કરશે.

 આની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આના કારણે ઇન્ટરનેટ નેટવર્ક વધુ વધુથી વધુ ભરોસાપાત્ર બનશે અને કોઈ અન્ય વિદેશી શક્તિ અથવા અડચણ જેવી કે વિરોધી દેશો અથવા તો હેકર્સ આ કામની અંદર પોતાની દખલગીરી કરી કામને બગાડવાની ક્રિયાને કરી નહીં શકે.

આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે અમેરિકા દેશની SubConnex નામ ધરાવતી કંપની આ આખા પ્રોજેક્ટની તપાસણી અને આયોજન કરવા માટે ફ્લોરિડા શહેરની એક જાણીતી કંપની APTelecom ને પસંદ કરી કામ કરવાનું નક્કી કર્યું છે. આ કંપની અમેરિકન એક્સપર્ટ ના મદદ થી કેબલ ને કયા રસ્તેથી ઇન્સ્ટોલ કરવો, તેનો એન્જિનિયરિંગ કેવી રીતે કરવું તેમજ આ પ્રોજેક્ટ માંથી કમાણી કઈ રીતે કરવી તે બધી મુખ્ય જવાબદારી  લઈ નક્કી કરશે.

સબમરીન કેબલ કયા દેશો  અને શહેરોને એકબીજા સાથે જોડશે?

આ સબમરીન કેબલના પ્રોજેક્ટનું મુખ્ય રીતે જોડાણ ભારત દેશના ચેન્નાઇ શહેર અને સિંગાપોર દેશ ની વચ્ચે જવા થઈ રહ્યું છે. તેની સાથે જ ભવિષ્યની અંદર આ કેબલને ભારતના અન્ય શહેરો અને રાજ્યોમાં તેમજ દેશની વાત કરીએ તો થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોની અંદર પણ જોડવામાં આવી શકે છે. 

આ કેબલ પ્રોજેક્ટ મુખ્ય રીતે દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા  ની વચ્ચે એક મજબૂત ડિજિટલ બ્રિજ બનાવશે. 

જ્યારે પણ આ સબમરીન કેબલ સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવશે તે સમયગાળા દરમિયાન અમેરિકન કંપનીઓ જે હાર્ડવેર, સોફ્ટવેર અને અન્ય ટેકનીકલ સર્વિસીસ પૂરી પાડનારી છે તેમના માટે સમગ્ર એશિયાની અંદર બિઝનેસ કરવા માટે એક સુવર્ણ અટક ઊભી થઈ જવાની છે. આ પ્રોજેક્ટ ની અંદર માત્ર આપણને ઇન્ટરનેટ જ નહીં પરંતુ  પેક કંપનીઓના માટે રોજગારની વ્યવસ્થા તેમજ એક સારી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ પ્રદાન કરશે. 

સબમરીન પ્રોજેક્ટ શા માટે જરૂરી છે?તેમજ કયા પ્રકારની સમસ્યાનો ઉકેલ આવશે?

કંપનીના દ્વારા જણાવ્યા અનુસાર, દક્ષિણ પૂર્વક એશિયા અને ભારતમાં હાલમાં ઇન્ટરનેટ  વપરાશ કરનારાઓની સંખ્યામાં ઉત્તરોતર પ્રગતિ જોવા મળી રહી છે, આના લીધે ઇન્ટરનેટની દુનિયામાં અસર પડી રહી છે તેમજ નેટવર્ક પર લોડ પણ એટલો જ વધી રહ્યો છે અને કનેક્ટિવિટી ની  સમસ્યાઓ વધી રહી છે.

 તેના લીધે જ આ SCNX3 તો કેબલ ચાલી રહેલ અને  વધતી જતી જરૂરિયાતોને પૂરી પાડવામાં મુખ્ય રૂપે કામ કરશે, ઇન્ટરનેટ ની સ્પીડ વધુ ઝડપી બનાવશે અને જો નેટવર્ક ની વારંવાર થતી સમસ્યા ની અંદર ઘટાડો લાવવામાં ખૂબ ઉપયોગી થશે. 

SubConnex કંપની ના CEO સાયમન જેટલ આ પ્રોજેક્ટની ઉપર પોતાનું મહત્વની સમજાવે છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું SubConnex  કેબલ પ્રોજેક્ટ દક્ષિણ એશિયા ( ભારત પણ) અને દક્ષિણ પૂર્વ  એશિયા ( મલેશિયા અને સિંગાપોર વગેરે) ના ‘ડિજિટલ બેકબોન’ એટલે કે ઇન્ટરનેટના મુખ્ય માળખાઓને મજબૂત કરવા માટે એક ખૂબ જ મહત્વનું મોટુ પગલું છે. આ પ્રોજેક્ટ ના આધાર પર ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ ને લગતી સેવાઓ વધુ શક્તિશાળી બનશે તેમ જ સ્થિરતા જળવાઈ રહેશે.

ભારત અને એશિયાના અર્થતંત્ર અને ટેકનોલોજી પર કેવી અસરો પડશે?

 ભવિષ્યની અંદર થનાર આ કામગીરી ના કારણે એશિયા ખંડ ની અંદર ઘણા સુધાર જોવા મળે છે જેમાં ભારત, સિંગાપોર અને મુખ્ય શહેરો વચ્ચે એક નવો, મજબૂત તેમજ ભરોસાપાત્ર ઇન્ટરનેટ માર્ગ ને તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ના કારણે આર્થિક વિકાસમાં પણ વધારે જોવા મળશે જેમાં આનાથી દેશના આર્થિક વિકાસને એક વેગ મળશે અને ઇન્ટરનેટ  વપરાશ કરનારાઓને સારી સુવિધા મળશે તેમજ દરેક વ્યક્તિ સુધીડિજિટલ સુવિધા પહોંચશે. 

હાલના સમયની  અંદર દરેક વસ્તુ ડિજિટલ થઈ ગઈ છે અને દરેક વ્યક્તિઓ ડિજિટલ થઈ ગયા છે અને દરેક કામ તેના દ્વારા ઓપરેટ થાય છે તેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને Cloud Computing પણ સામેલ છે. હાલના સમયમાં જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને Cloud Computing નો વપરાશ વધી રહેલ છે તેના પ્રમાણે હાઈ સ્પીડ ઇન્ટરનેટ નેટવર્કના મદદથી આ બે વસ્તુઓને ચલાવો ખૂબ જ આસાન થઈ જશે.

 આવનાર સમયની અંદર આ થનાર પ્રોજેક્ટ ના કારણે વિકાસની ગતિમાં વધારો થશે અને આ પ્રોજેક્ટ દુનિયાના સૌથી ઝડપથી વિકસતા બજાર એટલે કે એશિયા ને વધુ શક્તિશાળી બનાવવામાં ખૂબ મોટો ટેકો કરશે.

કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર, USTDA  ની મદદ એક ઉત્પ્રેરક  ની સમાન છે જે પ્રોજેક્ટની અંદર કામ કરવાની ગતિને ખૂબ વધારે છે. આ મદદ  થવાના કારણથી પ્રોજેક્ટમાં આવતા ટેકનિકલ અને જોખમો ની અંદર ઘટાડો થાય છે.

 જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ સુરક્ષિત લાગે, ત્યારે તેવી પરિસ્થિતિ  ની અંદર પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ તેની અંદર પોતાનો રોકાણ કરવા માટે તૈયાર થાય છે, તેના કારણે આખો પ્રોજેક્ટની કામ કરવાની ઝડપમાં વધારો થાય છે અને તે ઝડપથી પૂર્ણ પણ થઈ જાય છે.

કંપનીના અધિકારીઓએ ગર્વ સાથે એવું જણાવ્યું કે તેઓ અમેરિકાની શ્રેષ્ઠ કંપનીઓ તેમજ USTDA  એની સાથે મળીને કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ ની અંદર અમેરિકા દેશનું શ્રેષ્ઠ એન્જિનિયરિંગ, સુરક્ષા અને નેટવર્ક ડિઝાઇન પર આધારિત નવીનતમ ટેકનોલોજી (Security-focused innovation) ને લાવવામાં આવશે.

 આનો મુખ્ય હતું એ છે કે SCNX3  કેબલ વાસ્તવિક રીતે અને સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર અને સમગ્ર દુનિયાની શ્રેષ્ઠ પદ્ધતિઓના દ્વારા તૈયાર કરવામાં  આવે.

આમ આવનારા સમયની અંદર ઇન્ટરનેટ વપરાશ કરનારાઓ માટે એક શ્રેષ્ઠ સમાચાર છે જેની અંદર અમેરિકાના મદદ ના દ્વારા આ કામ પૂરું થશે તેમ જ અમેરિકન કંપનીઓને પણ નાણાકીય લાભ થશે.


Share

Related Post

ભારત અને યુરોપ વચ્ચે 6G માટે ઐતિહાસિક સમજૂતી: જાણો શું છે 'ટુવર્ડ્સ 2030' માસ્ટર પ્લાન?
TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.
ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.
હવે ટાવર વગર મોબાઈલમાં આવશે નેટવર્ક? Starlink ની D2D સેવા અને ભારત સરકારનો નવો વળાંક.
DPDP Act: ડેટા પ્રાઇવસીની દુનિયામાં TCS અને Jio ની એન્ટ્રી
Nvidia ની નવી Rubin AI Chips ડેટા સેન્ટર્સની દુનિયા બદલી નાખશે! જાણો કેવી રીતે ગરમ પાણીથી સર્વર્સ ઠંડા થશે અને શા માટે ચિલર બનાવતી કંપનીઓના શેર ઘટ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Leave a Comment