---Advertisement---

TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.

By Dory
On: January 30, 2026 |
2.3K Views
TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.
---Advertisement---

ભારતની સૌથી વિશ્વાસપાત્ર તેમજ સૌથી મોટી જાયન્ટ ઇન્ડસ્ટ્રી એવી ટાટા કંપની હંમેશા પોતાના સારા કામ અને મોટા મોટા બિઝનેસને લઈને ચર્ચામાં હોય છે. ભારતની અંદર ટાટાનું ખૂબ જ નામ છે તેમ જ વિશ્વભરની અંદર પણ તેમનો ખૂબ સારું નામ છે. ભારત દેશની ઇન્ફર્મેશન ટેકનોલોજી જાયન્ટ TCS (Tata Consultancy Services) ના દ્વારા હવે ગ્લોબલ એક્સપેન્શન એટલે કે વૈશ્વિક વિસ્તરણ ના વિશે એક મોટી જાહેરાત કરેલ છે.

 ખબર અનુસાર TCS ના દ્વારા બ્રાઝિલ દેશની અંદર આશરે ₹330 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કંપનીના દ્વારા બહાર પાડવામાં આવી છે. આ  પ્લાનિંગના અનુસાર આટલા પૈસા ના આધાર પર કંપની બ્રાઝિલની અંદર એક નવું સેન્ટર તૈયાર કરશે. તેમજ આટલા પૈસા નું રોકાણ કરવાનું મુખ્ય હેતુ એ છે કે લેટિન અમેરિકાના દેશોની અંદર બિઝનેસને લઈને અને પોતાનો પ્રભુત્વ મજબૂત કરવા તેમજ પોતાની હાજરી મજબૂત કરવાનો છે જેના કારણે લેટિન અમેરિકા ના દેશોને પણ કવર કરી શકાય.

  ટાટાની આ કંપનીનો હેતુ એ છે કે માત્ર ભારત અથવા અમેરિકા જેવા રાષ્ટ્રોની અંદર જ પોતાના બિઝનેસના વિસ્તરણ કરવો અને તેના આગળ વધારવા નથી પરંતુ તે વૈશ્વિક સ્તર સુધી પહોંચે મુખ્યત્વે દક્ષિણ અમેરિકાના બજારોમાં પણ જો તે આગળ વધી શકે અને મોટું નામ બનાવી શકે તેવું કામ કરવા ઈચ્છે છે.

TCS ના નવા બજારમાં ઉતરવાથી થતા ફાયદાઓ.

TCS એ ખૂબ મોટી કંપની છે અને તે  પોતાના બિઝનેસને આગળ વધારવા માટે અલગ અલગ પ્રકારના પગલાઓ ભરી રહી છે. ચાલો સમજીએ કે નવા બજારમાં ઉતારવાથી કઈ રીતના કંપનીને આગળ વધવાથી ફાયદો થશે?

 બ્રાઝિલ દેશની અંદર Londrina નામના શહેરની અંદર TCS ના દ્વારા આ કેન્દ્રની સ્થાપના થવા જઈ રહી છે. તેની મુખ્ય ભૂમિકા ની વાત કરીએ તો આ માત્ર ઓફિસ એક ઓફિસ નહીં હોય પણ એક મુખ્ય ડીલેવરી એન્ડ ઇનોવેશન સેન્ટર હશે જ્યાં નવા સંસાધનો તેમજ તેમના ગ્રાહકોને ટેકનિકલ સર્વિસીસ પૂરી પાડવામાં આવશે. તેમજ રોજગારને લઈને વાત કરીએ તો આ આવનાર પ્લાનિંગના કારણે કંપનીના જણાવ્યા અનુસાર લગભગ 1600 જેટલી નવી નોકરીઓ ની તક ઊભી થશે. જેના દ્વારા સ્થાનિક શહેર પ્રગતિના પંથે ચડશે તેમજ તેમના અર્થતંત્રને એક ગતિમાં વેગ મળશે.

 પ્રોજેક્ટનો કદ, વિસ્તાર અને તેની સમય મર્યાદા

લગભગ આપણે બધા સૌ જાણીએ છીએ કે ટાટા ગ્રુપની આ TCS  કંપની ભારતની સૌથી મોટી IT  સર્વિસ આપતી કંપની છે. કંપનીના દ્વારા એવું જાણ કરવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટને કારણે લેટિન અમેરિકાના દેશોની અંદર અત્યાર સુધીનો સૌથી મોટો રોકાણોમાંનો એક છે અને જે ભારત તરફથી થાય છે.

 સમય મર્યાદાની વાત કરીએ તો સમાચાર અનુસાર આ સેન્ટરનું કામ શક્ય એટલી જલ્દી પૂર્ણ કરવામાં આવશે તેમજ 2027 સુધીની અંદર આ કામ પૂર્ણ થવાની અપેક્ષા છે.લેટિન અમેરિકા ના દેશોની અંદર પોતાનો પ્રભુત્વ આગળ  વધારતું આ એક ઐતિહાસિક પગલું હોઈ શકે છે અને આગામી બે થી ત્રણ વર્ષની અંદર ટાટા દ્વારા બ્રાઝિલ દેશની અંદર એક મજબૂત ટેકનોલોજી હબ ઉભું  કરી દેશે.

આ પ્રોજેક્ટ ની સ્થાપના માટે બ્રાઝિલ દેશની અંદર કોઈ ખાસ પ્રકારનો કાર્યક્રમ થઈ શકે તેવી સંભાવના છે. આ પ્રોજેક્ટ માટે ગ્રાઉન્ડ-બ્રેકિંગ સેરેમની એટલે કે ભૂમિ પૂજન અથવા તો કોઈ ખાસ મુહૂર્ત ના વિશે વિધિ કરવામાં આવી.  આ કાર્યક્રમની અંદર બ્રાઝિલ દેશના Parana રાજ્યના ગવર્નર કાર્લોસ રોબર્ટો માસા જુનિયરના દ્વારા ખાસ કરીને હાજરી અપાય હતી. તાંટા કન્સલ્ટન્સી સર્વિસિસના બ્રાઝિલ દેશની અંદર હેડ બ્રુનો રોચા ના દ્વારા પણ આ અવસર ની અંદર તેમણે હાજરી આપી હતી. તેમજ રાજ્યના ગવર્નર ની આ હાજરી એવું સાબિત કરે છે કે ટાટા નો આ પ્રોજેક્ટ જે આવનારા સમયમાં બ્રાઝિલ દેશની અંદર ચાલુ થવાનો છે તે બ્રાઝિલ દેશની માટે કેટલો મહત્વ ધરાવે છે.

કેમ્પસ નું કદ અને તેની વિશાળતા.

જાણકારી ના મુજબ આ નવો કેમ્પસ નો કદ લગભગ 9000 ચોરસ મીટર વિસ્તારની અંદર ફેલાયેલું છે જેના પર ટાટા પોતાનો પ્રોજેક્ટ કરશે. TCS ના દ્વારા તે જમીનના પર ત્રણ અલગ અલગ પ્રકારની બિલ્ડીંગ્સ બનાવવામાં આવશે.

 અત્યાર સુધી જે પણ સ્ટાફ અલગ અલગ દિશાની અંદર અલગ અલગ જગ્યાએ કામ કરે છે, તેમને એક જ સ્થળની અંદર લાવવામાં આવશે. તેમજ આનાથી માત્ર જગ્યા  ની અંદર જ બચત નહીં પણ કામ કરવાની ક્ષમતા પણ વધી જશે અને 1,600 નવી જગ્યાઓ માટે ઉત્તમ વ્યવસ્થા થશે. 

હાલમાં બ્રાઝિલની અંદર TCS  કંપનીની પાસે લગભગ  2,500 ની સંખ્યા જેટલો વર્કિંગ સ્ટાફ ઉપલબ્ધ છે તેમજ આ પ્રોજેક્ટ ના કારણે હવે આ સંખ્યા ની અંદર વધારો જોવા મળશે જે 4000 ની પાર વટી જશે. તેમના બિઝનેસ ની વાત કરીએ તો હાલમાં TCS  ની પાસે બ્રાઝિલમાં લગભગ 200 થી વધુ મોટા ક્લાયન્ટ્સ છે જેમની સાથે તેઓ કામ કરી રહ્યા છે અને આ 200 ક્લાયન્ટ્સ વીમો,બેન્કિંગ,  માઈનીંગ,  ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ, હેલ્થ, રિટેલ અને ટેલી કમ્યુનિકેશન જેવા મુખ્ય ક્ષેત્ર ની અંદર પોતાની કામ કરવાની ફરજદારીને નિભાવી રહ્યા છે.

 એટલે કે બ્રાઝિલ દેશની અંદર મોટા ઉદ્યોગો ની અંદર TCS  ના દ્વારા પોતાની આ પ્રકારની સેવાઓ આપી રહી છે તેમજ બિઝનેસ કરી રહી છે.

TCS ના દ્વારા માત્ર બ્રાઝિલ દેશની અંદર ઓફિસ જ નથી ખોલી રહ્યા પણ તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને એક મોટું રોકાણ કરી રહેલ છે. સપ્ટેમ્બર 2025 ની અંદર TCS  ના દ્વારા બ્રાઝિલ દેશના સાઓ પાઉલો (Sao Paulo) શહેર ની અંદર પ્રથમ વખત ‘TCS Pace Port’  ખોલવામાં આવ્યું હતું.  તેના હેતુ વિશે વાત કરીએ તો આ એક એવું સેન્ટર છે કે જ્યાં નવી ટેકનોલોજી  પર કામ કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય  બ્રાઝિલની સાથે લેટિન અમેરિકાના બિઝનેસ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય નવી આવનારી અને યોગ્ય ટેકનોલોજીના દ્વારા આધુનિક બનાવવાનો છે.

 આના દ્વારા એવું સાબિત થાય છે કે ટાટા ગ્રુપ હવે માત્ર કોઈ સોફ્ટવેર પાછળ જ કામ કરતો નથી પણ તે દુનિયાની અંદર “AI  ની ક્રાંતિ” ને લઈને ગંભીર છે. 

TCS બ્રાઝિલ ના વડા બ્રુનો રોચા ના દ્વારા એવું જણાવવામાં આવ્યું  કે બ્રાઝિલ તેઓની માટે એક ખૂબ મહત્વનો અને Strategic Market છે એટલે કે કંપની ની અંદર ભવિષ્યના વિકાસને લઈને આ દેશ તેમના માટે ખૂબ અગત્યનો છે જેનાથી લેટિન અમેરિકા ના બજારો ની અંદર પણ પોતાની જગ્યા બનાવી શકાય. તેમજ TCS  કંપનીને બ્રાઝિલમાં કામ કરવાનો પણ ઘણો અનુભવ છે જે લગભગ 20 વર્ષનો છે અને તે બે દાયકાથી કાર્યરત છે.

 આટલો લાંબો સમય એક દેશની અંદર  વિતાવી લેવાના કારણે કંપનીના દ્વારા ત્યાંના લોકો, તેમની સંસ્કૃતિ તેમ જ જીવન જીવવાની પદ્ધતિ અને બિઝનેસ કરવાની પદ્ધતિઓને સારી રીતે સમજે છે.

પ્રોજેક્ટના દ્વારા બ્રાઝિલના પરાના (Parana) રાજ્યને કેવો ફાયદો થશે?

 ઉપર જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ ની શરૂઆત TCS ના દ્વારા બ્રાઝિલના Parana  શહેરની અંદર થવા જઈ રહ્યો છે તેમજ 1600 કર્મચારી ને રોજગારી પુરી પડવા જઈ રહી છે તો ચાલો સમજીએ  કઈ  રીતે આ કામ કરવા જઈ રહ્યું છે.

પરાના રાજ્યના ગવર્નર રતિન્હો જુનિયર ના દ્વારા જણાવવામાં આવ્યું કે TCS  ના ઇન્વેસ્ટરોના કારણે આ રાજ્ય મુખ્યત્વે દેશનું IT Service Centre બની જશે. TCS ને જે 1600 નવા લોકોને જોડવા જઈ રહ્યું છે તે શોધવા માટે તે રાજ્યની સરકારી એજ્યુકેશન યુનિવર્સિટીઓનું નેટવર્ક આ પ્રોજેક્ટ માટે ખૂબ મદદરૂપ થશે જેથી કંપનીને યોગ્ય લોકો મળી શકે.

 આના કારણે જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો સ્થાનિક વિદ્યાર્થીઓને ભણીને તરત જ TCS  જેવી ખૂબ મોટી કંપનીની અંદર નોકરીની તક મળી શકે છે. આ પ્રોજેક્ટ પર સરકાર તેમજ કંપની બંને ધ્યાન આપશે તેમજ બંને મળીને ટેલેન્ટ તૈયાર કરશે.

TCS કંપનીને ડિસેમ્બર ક્વોટર ની અંદર લેટિન અમેરિકા ના માર્કેટમાંથી તેમની કમાણીમાં લગભગ 14.5 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. હવે કંપનીના દ્વારા દુનિયાભરની રેવન્યુ માં લેટિન અમેરિકાનો હિસ્સો બે ટકા જેટલો થઈ ગયો છે. 2%  એમ તો નાનો આંકડો લાગે છે પણ TCS  ના જેવી લાખો કરોડોની કંપનીના માટે આ આંકડો ખૂબ મોટો છે તેમજ 14.5%  નો વૃદ્ધિદર એ બતાવે છે કે લેટિન અમેરિકા જેવા વિસ્તારની અંદર પણ કંપની ખૂબ સફળ થઈ રહી છે અને ભવિષ્યની અંદર પણ આની અંદર વૃદ્ધિ જોવા મળશે તેવી આશા છે.

 આમ TCS  ના દ્વારા બ્રાઝિલ સહિત લેટિન અમેરિકાના બજારમાં પકડ મેળવવા માટે તેમને વ્યુહરચના તૈયાર કરી છે, આમ આ પ્રોજેક્ટ ના કારણે દેશ અને કંપની બંનેને નાણાકીય લાભ થાય તેમ જ ટેલેન્ટ ની અંદર વૃદ્ધિ નોંધાય તેવી અપેક્ષા સાથે આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.

Share

Related Post

ભારત અને યુરોપ વચ્ચે 6G માટે ઐતિહાસિક સમજૂતી: જાણો શું છે 'ટુવર્ડ્સ 2030' માસ્ટર પ્લાન?
TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.
ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.
હવે ટાવર વગર મોબાઈલમાં આવશે નેટવર્ક? Starlink ની D2D સેવા અને ભારત સરકારનો નવો વળાંક.
DPDP Act: ડેટા પ્રાઇવસીની દુનિયામાં TCS અને Jio ની એન્ટ્રી
Nvidia ની નવી Rubin AI Chips ડેટા સેન્ટર્સની દુનિયા બદલી નાખશે! જાણો કેવી રીતે ગરમ પાણીથી સર્વર્સ ઠંડા થશે અને શા માટે ચિલર બનાવતી કંપનીઓના શેર ઘટ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Leave a Comment