સંચાર સાથી ભારત સરકાર દ્વારા નાગરિકો માટે ખૂબ મહત્વની એપ્લિકેશન છે તેમજ ટેલિકોમ વિભાગની એક મુખ્ય યોજના છે જે સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવેલ છે. જો તમારા મોબાઇલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો તમે સંચાર થતી એપ્લિકેશન દ્વારા રિપોર્ટ કરી શકો છો અને તરત જ તેને બ્લોક કરી શકો છો જેથી કરીને કોઈ પણ વ્યક્તિ તેને દૂર ઉપયોગ ના કરી શકે અને તમારી અંગત માહિતી ની સાથે કોઈપણ પ્રકાર ની છેતરપિંડી ના થાય.
આ એપ્લિકેશન દ્વારા તમને ખબર પડી શકે છે કે તમારા આઈડેન્ટિફિકેશનના નામ પર કેટલા સીમકાર્ડ ચાલી રહેલા છે તેની તમે તપાસ કરી શકો છો. આ સિસ્ટમનો મહત્વપૂર્ણ હેતુ એ છે કે ટેલિકોમ સેવા ની અંદર સુરક્ષામાં વધારો અને ટ્રાન્સપરન્સી લાવવાનો છે.
ભારત સરકારના ટેલિકોમના ક્ષેત્રની અંદર સંચાર સાથી ની આ યોજનાએ સારી એવી સફળતા પ્રાપ્ત કરેલ છે.સરકારના વર્ષ 2024 ના અહેવાલ પ્રમાણે 2.3 લાખ ફોન પાછા મળ્યા તેમ જ વર્ષ 2025 ની અંદર આ આંકડામાં વધારો થયો અને તે 4.7 લાખ સુધી પહોંચી ગયો જે ખૂબ સારો સંકેત છે. આ વધારો એક જ વર્ષની અંદર 104.35% જેટલો રિકવરીમાં ફરક નોંધાયો છે જે ગયા વર્ષની સરખામણીમાં બમણાથી પણ વધારે રિકવરી રેશિયો છે.
સંચાર સાથી યોજના વર્ષ 2023 ના અંદર સરકાર દ્વારા શરૂ કરાઈ હતી અને તેને પબ્લિકલી લોન્ચ કર્યાના સાથે જ તે જ વર્ષની અંદર આ યોજના ના કારણે 65,000 થી પણ વધુ મોબાઈલ ફોન ને શોધીને તેને પરત મેળવ્યા હતા. વર્ષ 2023 ની અંદર શરૂ થયેલી આ યોજના પહેલા વર્ષે 65000 થી વધીને આ આંકડો વર્ષ 2025 ની અંદર પોણા પાંચ લાખ સુધી પહોંચી ગયો છે જે આપણને દર્શાવે છે કે આ સિસ્ટમ હવે આપણને વધુ મજબૂત જોવા મળવાની છે.
વર્ષ 2025 ની અંદર મોબાઈલ ફોન પર જ મળવાની સંખ્યામાં ખૂબ મોટો વધારાનો નોંધાયો હતો જે નોંધપાત્ર છે આ આંકડો આપણને એવું દર્શાવે છે કે સામાન્ય નાગરિકો નહીં સરકારની આ સેવા પર પોતાનો ભરોસો વધ્યો છે અને વધુથી વધુ લોકો આ સેવાનો ઉપયોગ કરી રહેલ છે.
ગ્રાહકોના ડેટા અને વ્યક્તિગત માહિતી અને વ્યક્તિગત માહિતી ની સાવચેતી રાખવા માટે ટેકનોલોજી નો ખુબ જ અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવી રહેલ છે જેના લીધે ચોરી થયેલ અથવા ગુમ થયેલ ફોનને શોધવામાં સફળતા મળી છે.
ટેલિકોમ વિભાગે (DoT) ૨૦૨૫ ના પ્રથમ છ મહિનાનો અહેવાલ દ્વારા માહિતી આપતા એવું જાણ કર્યું છે કે જાન્યુઆરીમાં 28,115 થી શરૂઆત કરીને જૂન મહિના સુધીમાં આ આંકડામાં વધારો થઈને 34.339 શોધી પહોંચી ગઈ છે જેની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર પણ હજારો ફોન રિકવર થઈ ચૂકેલ હતા. આ પ્રકારના આંકડા આપણને દર્શાવે છે કે દર મહિને આ કામગીરીમાં આપણને સત્તાવાર વધારો જોવા મળી રહેલ છે.
આ પ્લેટફોર્મ સાથે સામાન્ય નાગરિકોની વધતી જતી સંલગ્નતા સૂચવે છે. આ પ્લેટફોર્મ પર લોકોનો વિશ્વાસ વધે છે અને આ પ્લેટફોર્મ નો વધુ ઉપયોગ લોકો કરી રહેલ છે તેની સાથે જ અન્ય લોકો પણ સક્રિય રીતે જોડાઈ રહ્યા છે જેના કારણે સરકારને આ પ્લેટફોર્મ સફળતા દર્શાવી રહેલી છે.
વર્ષ 2025 ના બીજા તબક્કાની અંદર પણ આની અંદર આપણને વૃદ્ધિ જોવા મળી હતી.જુલાઈ મહિનાની અંદર જ આ આંકડા ની અંદર આપણને સીધો 45000 ને પાર વટી ગયો હતો, તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના આંકડાઓની અંદર પણ સતત વધારો જોવા મળ્યો હતો. ઓક્ટોબર મહિનાની અંદર 50,000 થી પણ વધુ અને નવેમ્બર મહિનાની અંદર 52000 થી પણ વધુ ફોન રિકવર થઈ ગયા હતા જે અત્યાર સુધીના એક મહિનાની અંદર મળેલ સૌથી મોટા આંકડા છે. જેમ જેમ વર્ષ પૂરું થવા આવ્યો હતો તેની સાથે જ સંચાર સાથે પોર્ટલ ના દ્વારા પોલીસની કામગીરી વધુ ઝડપથી સફળતાની રસ્તે જોવા મળી.
ટેલિકોમ વિભાગના દ્વારા જાણ કરવામાં આવી હતી વર્ષના અંતે આપણને સકારાત્મકતા જોવા મળી છે. ડિસેમ્બર મહિનાની અંદર લગભગ 59.966 જેટલા મોબાઇલ ફોન શોધીને પરત મેળવાયેલ હતા. ટેલિકોમ વિભાગના જણાવ્યા પ્રમાણે આખા વર્ષ દરમિયાન કોઈપણ એક મહિનાની અંદર સૌથી મોટો આંકડો નોંધાયેલ છે જેના લીધે વર્ષનો અંત ઘણા સકારાત્મક પરિણામોની સાથે પૂરું થયું.
ભારતીય સરકારની સંચાર સાથી પોર્ટલના લીધે ગત વર્ષની અંદર ગણી સફળતા મળી હતી જેના લીધે વર્ષ 2026 ની અંદર આપણને વધુ સકારાત્મક પરિણામ મળે તેવી આશા છે અને આ પોર્ટલ નો ઉપયોગ વધુ થી વધુ થાય તેવી શક્યતા રહેશે,જેના કારણે લોકોની અંગત વિગતો અને પર્સનલ માહિતી ની સાવચેતી રહે.







2 thoughts on “મોબાઈલ ફોન ચોરી અને તેની રિકવરી બાબતે ભારત સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલની સફળતા!!”