---Advertisement---

ભારતીય ટેક સેક્ટર કંપનીઓને વર્ષ 2026-27 ના બજેટ થી કયા પ્રકારની અપેક્ષાઓ જોડાયેલ છે?

By Dory
On: January 28, 2026 |
39 Views
ભારતીય ટેક સેક્ટર કંપનીઓને વર્ષ 2026-27 ના બજેટ થી કયા પ્રકારની અપેક્ષાઓ જોડાયેલ છે?
---Advertisement---

  નાણાકીય વર્ષ 2026-27 નું કેન્દ્રીય બજેટ ની તારીખ અને તેના સમય નજીક આવી રહ્યો છે, તેની અંદર TMT (ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમ) સેક્ટર ભારતીય સરકાર પાસે અમુક પ્રકારની સ્પષ્ટતા ઈચ્છે છે. આ સમયગાળા દરમિયાન તેમની ઈચ્છાઓ છે કે ભારત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્કમટેક્સ અને સાઇબર સિક્યુરિટી ના વિષય ઉપર સ્પષ્ટ નિયમો  જાહેર કરે તેમજ તેમની સહાયતા કરે.

 આ પ્રકારની મદદ આ સેક્ટર માટે જરૂરી એટલા માટે છે કારણ કે ભારતની ડિજિટલ ઇકોનોમી મજબૂત બને તેની સાથે જ વિશ્વભર ની અંદર ટેકનોલોજીના ક્ષેત્રે ભારતના સ્થાનમાં વૃતિ જોવા મળે. ફેબ્રુઆરી મહિનાની અંદર આ બજેટ આપણે એને જોવા મળશે અને તેના પર ભારતની ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમ કંપનીઓની નજર રહેશે.

 હાલના સમયમાં દુનિયાના દેશો વચ્ચે વ્યાપારને લઈને ઘણી સમસ્યા સર્જાઇ રહી છે તેમજ તણાવ પણ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે તેના કારણે આ સેક્ટરમાં કામ કરતી કંપનીઓ અને ઉદ્યોગો ઈચ્છે છે કે ભારત સરકાર ભૂતકાળની નીતિઓ ની અંદર પરિવર્તન લાવે જેથી કરીને આ કંપનીઓ ને સરળતા રહે.

આ સેક્ટર મા કામ કરતી કંપની ઈચ્છા રાખે છે?

એમ તો ખરેખર મુખ્ય ચાર બાબતો છે જેના પર આ સેક્ટર ખાસ કરીને ધ્યાન આપી રહ્યું છે જે નીચે મુજબ છે.

  1. ટેક્સ ના નિયમો ની અંદર સ્થિરતા.
  2.  ડેટા અને ઇન્ટરનેટની સુરક્ષા એટલે કે સાયબા સિક્યુરિટી.
  3. વિદેશ વેપાર ની અંદર ભારતની  મજબૂત સ્થિરતા જળવાઈ રહે તેવી સુવિધા.
  4. ડિજિટલ  માળખાકીય સુવિધાઓની અંદર ઉત્તરોત્તર વિકાસ.

અમેરિકા જેવા  દેશોની વ્યાપાર નીતિના કારણે ભારત પર કેવી અસર પડી રહી છે?

આખી દુનિયાની અંદર હાલમાં વેપારને લઈને વ્યાપારિક વાતાવરણ ખૂબ જ અનિશ્ચિત છે. ખાસ કરીને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા નવા ટેરિફના કારણે ભારત જેવા દેશ માટે પણ એક પડકાર ઉભો થયો છે. ભારતની સામે હાલની તારીખમાં બે સૌથી મોટા પડકાર સામે લડી રહ્યું છે, જેની અંદર મેન્યુફેક્ચરિંગને લઈને પ્રોત્સાહન આપવું અને તેની સાથે સાથે દુનિયાના તમામ દેશો માટે એક વિશ્વાસપાત્ર વેપારી ભાગીદાર પણ બની રહેવું.

 આવનારા ફેબ્રુઆરી મહિનાની અંદર બજેટમાં સહકાર દ્વારા ‘ કસ્ટમ ડ્યુટી’ ના મામલામાં જે પણ નિર્ણયો લેવામાં આવશે તેના દ્વારા એ નક્કી કરવામાં આવશે કે ભારતના નિકાસકારો આંતરરાષ્ટ્રીય બજાર ની અંદર સસ્તા કિંમતે માલ સામાનની વહેંચણી કરી શકશે કે નહીં? ભારત સરકારના આવનારા બજેટ ની અંદર  જો આ ક્ષેત્રની અંદર રાહત આપવામાં આવી તો આ  ક્ષેત્રની અંદર કામ કરતા ઉદ્યોગો અને  કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યાપાર કરવામાં સહેલાઈ થશે તેમ જ ભારતની  નિકાસ કરવાની ક્ષમતામાં વધારો થશે.

વેપાર અને કસ્ટમ્સ: સ્થિરતા અને નિયમોના પાલન પર ધ્યાન.

ફાઇનાન્સ 2025 ની અંદર સેક્શન 18A  નામની એક નવી કલમ ઉમેરવામાં આવી  છે. પહેલા જો માલ સામાન કસ્ટમમાંથી ક્લિયર થઈ જાય અને પછી ખબર પડે કે ટેક્સ ભરવાની અંદર ભૂલ ભૂલ સર્જાય છે તો તેની પેનલ્ટી અને કોનોની કાર્યવાહીમાં મુશ્કેલી થતી પણ હવે વ્યાપારીઓ માલ છૂટો થયા પછી પણ પોતાની વિગતો અને મુખ્ય માહિતી સ્વૈચ્છિક રીતે સુધારી શકશે.

 વ્યાપારી પોતાની દ્વારા જ એ વાતનું પુષ્ટીકરણ કરી શકે છે કે તેના દ્વારા વધુ ટેક્સ ભરવામાં આવ્યો છે કે ઓછું. જો ટેક્સ ઓછો ભરાયો હોય તો તે વધારાના પૈસા ટેક્સની રકમ તરીકે  ભરી શકે છે અને જો ભૂલથી ટેક્સ વધારે ભરાઈ ગયું હોય તો તેને Refund  તરીકે માંગણી કરી શકે છે. ઔદ્યોગિક જગત ની ઈચ્છા એવી છે કે આ પ્રકારના નિયમોને હવે જેટલું થઈ શકે એટલું ઝડપથી ઇમ્પલિમેન્ટ કરી દેવામાં આવે જેથી  તેઓને આગળ વધવામાં સરળતા રહે. 

ખરેખર કલમ 18A  ને કાયદામાં મૂકવામાં તો આવેલ છે પણ સરકારના દ્વારા  હજુ સુધી  તેની  પદ્ધતિ અને શરતો વિશેની સત્તાવાર નોટિસ બહાર પાડવામાં આવેલ નથી જેથી તેને Pending  માં છે તેવો કહી શકાય. આથી વ્યાપારીઓ ચાહે તો પણ આ સુવિધા નો ઉપયોગ હાલમાં કરી શકે એમ નથી. હજી ઘણી બધી પ્રક્રિયા કાગળ ના માધ્યમ પર ચાલી રહી છે.

ઉદ્યોગ જગતમાં કામ કરી રહેલા લોકોની ઈચ્છા છે કે જેવી રીતના GST મા  બધી પ્રક્રિયા ઇન્ટરનેટના દ્વારા ઓનલાઈન થઈ રહી છે તેવી રીતના જ કસ્ટમમાં પણ દરેક વસ્તુ સંપૂર્ણ રીતે ડિજિટલ કરી દેવામાં આવે. અને આ સુધારા કરવા માટે અને તેની ડિજિટલ લઈ જવા માટે 1962 ના જુના કસ્ટમ એક્ટની અંદર સુધારા વધારા કરવાની જરૂર છે ત્યારબાદ આ સંપૂર્ણ રીતે શક્ય થઈ શકે છે.

ટેક્સના માળખામાં રહેલી ખામીઓ સુધારવા પર સરકારનું ફોકસ!

ચાલો સમજીએ કે જ્યારે સોફ્ટવેર કે કોઈ ટેકનોલોજી કોઈપણ બીજા દેશને વેચવામાં આવે ત્યારે ટેક્સના નિયમોના લઈને કયા પ્રકારની ગુંચવણ સર્જાય છે.

 જ્યારે પણ આપણે કોઈપણ ફિઝિકલ વસ્તુ જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ  તેમજ અન્ય વસ્તુઓ ને વિદેશ મોકલીએ તો તે કસ્ટમ પોર્ટ ના દ્વારા મોકલવામાં આવે છે, એટલે કે તેને એક  નિકાસ તરીકે ગણવી સરળ છે. પરંતુ જો તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IPR) એટલે કે તમારો કોઈ પણ પ્રકારનો આઈડિયા, લાઇસન્સ કે ડિજિટલ સોફ્ટવેર હંમેશા માટે વિદેશી કંપનીને વેચો છો તો તે બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે અને તેને ફિઝિકલી સરહદ પાર લઈ જવામાં આવતી નથી. 

ભારતીય જીએસટી ના કાયદા અનુસાર IPR  ના વેચાણ પ્રક્રિયાને “Goods” તરીકે ગણવામાં આવે છે. પરંતુ IGST ના કાયદા પ્રમાણે નિકાસ ત્યારે જ ગણવામાં આવે કે જ્યારે કોઈ પણ ભૌતિક રીતે વસ્તુ ભારતની અંદરથી બહારના દેશમાં જાય.  

ઇનટેન્જીબલ એવી કે જેને સ્પર્શ કરી શકાતી નથી તેવી વસ્તુઓ માટે આ પ્રકારનો નિયમને લાદવો તે લગભગ અશક્ય છે. બિઝનેસ ઇન્ડસ્ટ્રી એવો ઇચ્છે છે કે ભારતીય સરકાર “ ભૌતિક હિલચાલ”ને બદલે એક ચોક્કસ કોન્ટેક્ટ ને જ નિકાસનો એક ચોક્કસ પુરાવા માને. 

ઇન્કમટેક્સની કલમ 72A ના પ્રમાણે જો કોઈ પણ કંપની કોઈપણ બીજી કંપની સાથે જોડાણ કરે છે (Amalgamation)તો ત્યારે તે જૂની કંપનીના તે ઘસારો અને નુકસાન ને પોતાને નફાની સામે સેટ-ઓફ કરી શકે છે જેના કારણે કંપનીને ટેક્સ ની અંદર ઘણી બચત દેખાય છે. હાલની તારીખમાં આ પ્રકારનો ફાયદો માત્ર ઇન્ડસ્ટ્રીયલ એકમો અને અમુક ચોક્કસ પ્રકારના સેક્ટરની અંદર કામ કરતા એકમોને જ મળે છે.

 ઔદ્યોગિક જગત એવું ઈચ્છે છે કે  આ પ્રકારનો ફાયદો તમામ સેક્ટરની અંદર આપવામાં આવે જેમકે ટેકનોલોજી અને સર્વિસ વગેરે વગેરે. અને જો આ નિયમને બદલવામાં આવે તો કંપનીઓનું જોડાણમાં વધારો થશે અને કામ કરવાની ક્ષમતા ની અંદર સુધારો જોવા મળશે તેની સાથે જ નવી નવી નોકરીઓનું સર્જન પણ થશે જેના કારણે અલ્ટીમેટલી ઉદ્યોગ અને તેના સંલગ્ન દરેક સેક્ટરની અંદર પ્રગતિ જોવા મળશે.

ભારત અને AI: શું આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે તૈયાર છીએ?

વૈશ્વિક સ્તરે અને ભારતની અંદર AI  નો વિકાસ ખૂબ મોટા સ્તર પર થયો છે. વર્ષ 2026-27 સરકારના દ્વારા બજેટમાં ભારતનું AI Mission ને લઈને મોટું પગલું એક મુખ્ય વિષય તરીકે જોવાશે. ભારતીય સરકાર દ્વારા “ ઇન્ડિયા એઆઈ મિશન” અને “ ડિજિટલ ઇન્ડિયા ભાષિણી” જેવી યોજનાઓના ઉપર પોતાનો મુખ્ય પાયો નાખી દીધો છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આવા વાળા વર્ષોની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મહત્વ હતા કેવી રહેવાની છે.

 આ યોજનાઓ દ્વારા લોકોને સુપર કોમ્પ્યુટર્સ, ડેટા અને વિભિન્ન પ્રકારની ભાષાઓમાં AI service  મળી રહેશે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે પ્રાઇવેટ સેક્ટરને લઈને કંપનીઓ ખૂબ મોટા પાયામાં જોડાયેલ નથી.

 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચલાવવા માટે જે પણ ખાસ પ્રકારનો પ્રોસેસર જેમકે GPUs  અને હાઈ પર્ફોર્મન્સ કોમ્પ્યુટર ની જરૂર છે તેની વધતી માંગને પહોંચી વળવું એ પણ અત્યંત હાલના સમયમાં થોડું મુશ્કેલી  સર્જી  રહેલ  છે. 

ભારત એવું ચાહે છે કે આપણે વિદેશી સર્વશ પર જેવો આધાર રાખીએ છીએ એના કરતાં આપણે જ એટલા  સ્વનિર્ભર થઈ જઈએ કે ભારતની અંદર જ શક્તિશાળી AI Data Centers બનાવી શકીએ.

 ભારત પોતાના દેશમાં ડેટા સેન્ટર્સ બનાવવા માટે સરકાર પાસે અમુક પ્રકારની આર્થિક મદદની ઈચ્છા રાખે છે જેમાં સરકાર પાસેથી અમુક અપેક્ષિત મદદ મળી શકે છે જે 1)GST ની અંદર રાહત, 2) TAX Holiday, 3) કસ્ટમ ડ્યુટી માફી, અને 4)  કોમ્પ્યુટ ક્રેડિટ રહી શકે છે.

  • GST ની અંદર રાહત:  ડિટેલ સેન્ટર બનાવવા માટે ઉપયોગમાં આવતા મશીનો અને સાધન પર ભરેલા GST  ઇનપુટ ટેક્સ ક્રેડિટ  મળે.
  • TAX Holiday:  જે કંપનીઓ આ પ્રકારના ડેટા સેન્ટર બનાવી તેમને અમુક વર્ષો સુધી  ટેક્સની અંદર છૂટ  મળે.
  • કસ્ટમ ડ્યુટી માફી:  બહારના દેશોમાંથી મંગાવવા પડતા અમુક ખાસ પ્રકારના ટેકનિકલ સાધનોની ઉપર લાગતો ઈમ્પોર્ટ ટેક્સ ને ના લેવામાં આવે.
  • કોમ્પ્યુટ-ક્રેડિટ:  નવા સ્ટાર્ટ અપ અને ફાઉન્ડર્સને સસ્તી કિંમત ની અંદર અથવા તો ફ્રીમાં AI Power  વાપરવા મળે તે પ્રકારની યોજનાનો નિર્માણ.

 જો આ પ્રકારની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવે તો ભારતની અંદર ભારતનો ડેટા ભારતની અંદર જ સુરક્ષિત રહેશે અને આપણે બીજા કોઈ પણ દેશના ઉપર નિર્ભર રહેવાની જરૂર પડશે નહીં. જેના કારણે  દરેક વસ્તુઓ દેશના અંદર જ સંકળાયેલી રહેશે અને પ્રોટેક્શનમાં વધારો થશે જેથી કરીને ભારતનો રૂપિયો ભારતની અંદર જ રહેશે.

જેમને ભારત દેશની અંદર ડેટા સેન્ટર્સ વધતા જશે તેની સાથે જ પર્યાવરણને લગતા નુકસાનો ન થાય તેના માટે કયા પ્રકારના ઉપાયો અને પ્રોત્સાઓનો જરૂરી છે તેની સમજણ જરૂરી છે. હવે માત્ર ટેકનોલોજી નહીં પરંતુ તે પર્યાવરણને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે તે પણ એક મોટો મુદ્દો છે.

 ડેટા સેન્ટર્સ ખૂબ જ વીજળીનો વપરાશ કરતા હોય છે આના લીધે જે કંપનીઓ કે જે ઓછી  વીજળીનો વપરાશ કરે છે અથવા તો સોલર પાવર વી.વી રીન્યુએબલ એનર્જી નો ઉપયોગ કરી તે લોકોને સરકાર દ્વારા અમુક ફાયદા આપવાની દરખાસ્ત છે.

સર્વર્સને ઠંડા રાખવા માટે સારી એવી માત્રાની અંદર પાણીની જરૂરિયાત પડે છે. તેના કારણે હવે એવી ટેકનોલોજી વાપરવાની વાત ચાલી રહી છે કે જેની અંદર આપણે પાણીનો વપરાશને ઓછો કરી શકીએ જેથી તેનો વ્યય અટકાવી શકાય. એ બધી વસ્તુ એટલા માટે કરવામાં આવી રહી છે કે જેના લીધે ભવિષ્યની અંદર  પોલ્યુશન માં વધારો ના થાય અને ભારતની અંદર પર્યાવરણના લક્ષ્ય પૂરો કરવામાં સફળતા મળી શકે. 

કાયદાકીય ફેરફારો: ડિજિટલ ઇન્ડિયા માટે નવી વ્યવસ્થા.

હાલની અંદર આપણે 2013 અને 2020 ની અત્યંત જુની સાઇબર સુરક્ષા નીતિઓ પર ચાલી રહ્યા છે. પરંતુ આજની યુગ ની અંદર સાયબર અટેક્સ ખૂબ જ વધી રહ્યા છે અને તે જટિલ અને ખતરનાક બની ગયેલ છે તેના કારણે  આ નીતિઓને સરકાર દ્વારા અપડેટ કરવી જરૂરી બની છે.

 નિષ્ણાતો એવું ઈચ્છે છે કે ભારત પોતાના સ્પેશિયલ સાઈબર સિક્યુરિટી સર્ટિફિકેટ ને બહાર પાડે. તેનો ફાયદો એ છે કે આનાથી ખબર પડશે કે કયો પ્રોફેશનલ સાઇબર સુરક્ષામાં કેટલો ગુણવંત છે અને તેની સાથે જ હાલમાં આ ક્ષેત્રની અંદર જે લોકો પણ નિષ્ણાતો છે તેની અછત સર્જાય છે અને તે અછતને પણ દૂર કરી શકાશે. 

આપણે દરેક વસ્તુની સ્પષ્ટમાં સમજીએ તો આ વખતે ઉદ્યોગોને મુખ્ય ત્રણ પ્રકારની માંગ કરી રહેલ છે જે  પોસ્ટ નિયમો. ઝડપી વહીવટી પ્રક્રિયા, અને જરૂરિયાત પ્રમાણે ફાઈનાન્સિયલ સપોર્ટ.

 આ બધું જરૂરી એટલે છે કેમકે આ મદદ એવા ક્ષેત્રો માટે જરૂરી છે કે જ્યાં નવી ટેકનોલોજી વ્યાપાર કરવાની રીત અને સરકારી વહીવટ બદલાવમાં લાવી રહી છે. સરકાર અપેક્ષાઓની ઉપર જે રીતના રિએક્શન આપશે, તેની સંપૂર્ણ અસર માત્ર ભારતની ડિજિટલ અર્થ વ્યવસ્થા પર જ નહીં પરંતુ આખી દુનિયામાં ભારતના સ્થાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નવી ઇનોવેશન અને સાયબો સુરક્ષાની  મજબૂતી જેવી બાબતો પર સંપૂર્ણ મજબૂતાઈ રાખશે.

Share

Related Post

ભારત અને યુરોપ વચ્ચે 6G માટે ઐતિહાસિક સમજૂતી: જાણો શું છે 'ટુવર્ડ્સ 2030' માસ્ટર પ્લાન?
TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.
ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.
હવે ટાવર વગર મોબાઈલમાં આવશે નેટવર્ક? Starlink ની D2D સેવા અને ભારત સરકારનો નવો વળાંક.
DPDP Act: ડેટા પ્રાઇવસીની દુનિયામાં TCS અને Jio ની એન્ટ્રી
Nvidia ની નવી Rubin AI Chips ડેટા સેન્ટર્સની દુનિયા બદલી નાખશે! જાણો કેવી રીતે ગરમ પાણીથી સર્વર્સ ઠંડા થશે અને શા માટે ચિલર બનાવતી કંપનીઓના શેર ઘટ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Leave a Comment