---Advertisement---

Jio (રિલાયન્સ ઇન્ડસ્ટ્રી) ભારત અને વિશ્વના લોકો માટે બનાવવા જઈ રહ્યું છે પહેલું એઆઈ પ્લેટફોર્મ – મુકેશ અંબાણીએ કરી જાહેરાત!

By Dory
On: January 28, 2026 |
32 Views
Jio (રિલાયન્સ ઇન્ડસ્ટ્રી) ભારત અને વિશ્વના લોકો માટે બનાવવા જઈ રહ્યું છે પહેલું એઆઈ પ્લેટફોર્મ - મુકેશ અંબાણીએ કરી જાહેરાત!
---Advertisement---

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણી ભારત અને વિશ્વના માટે સૌપ્રથમવાર લોન્ચ કરવા જઈ રહ્યા છે પોતાનો AI.

આપણે સૌ જાણીએ છીએ કે મુકેશભાઈ અંબાણી ગુજરાતના જ નહીં પરંતુ ભારતના જાણ્યા પછી પછી છે ઘણા બધા બિઝનેસ માં પોતાનો દબાવો ચાલે છે તેની સાથે જ તેમનો ઘણું મહત્વપૂર્ણ કંપની જીઓ દ્વારા પોતાના એજન્ટ ને લોન્ચ કરવાની ખબર પાડી દીધી છે.

 મુકેશભાઈ અંબાણીના કહ્યા અનુસાર સૌપ્રથમ ગુજરાતથી શરૂ થનાર છે અને દરેક વ્યક્તિને પોતાની અનુકૂળ ભાષા ની અંદર જોવા મળશે તેમ જ તે પોતાના સ્માર્ટફોન થી એક્સેસ કરી શકશે. આ પ્રોડક્ટ  લોકોની રોજિંદા જિંદગીમાં વધુ એફિશિયન્ટ અને ઇફેક્ટિવ બનાવવા માટે મહત્વનો ભૂમિકા ભજવશે.

રાજકોટની અંદર તાજેતરમાં થયેલી ગુજરાત વાઇબ્રન્ટ રીજનલ ફોર કચ્છ એન્ડ સૌરાષ્ટ્ર ઇવેન્ટ ની અંદર  રવિવારે તેમણે આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું પાયોનીયર બનાવવાની વાતને પણ કહી હતી.

કોન્ફરન્સ દરમિયાન મુકેશભાઈ અંબાણીએ કહ્યું કે અમે ગુજરાતના જામનગર ની અંદર ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ જે દરેક ભારતીય માટે વ્યાજબી કિંમત એ ઉપયોગમાં  લઈ શકાશે. 

કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે રાજકોટમાં થનારી પ્રાદેશિક સમિટ સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં વિકાસને ખૂબ જ ઝડપ આપશે. તેમજ તેમણે કોન્ફરન્સ દરમિયાન તેમણે ગુજરાતના વખાણ કર્યા અને કહ્યું કે ગુજરાત માત્ર પોતાના નવા વ્યવસાયને સ્થાપિત કરવા માટે વ્યવસ્થિત જગ્યા  જ નહીં પરંતુ તે અમારો  આત્મા, શરીર અને હૃદય છે અને અમે ગર્વથી ગુજરાતી છીએ.

સ્વતંત્ર ભારતના આટલા વર્ષોના ઇતિહાસમાં પહેલા ક્યારેય પણ આટલી ઉર્જા થી આશા અને આત્મવિશ્વાસ જોવા મળી નથી જેટલી ઉર્જા અને આત્મવિશ્વાસ હમણાં જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોના કારણે ભારતનું ભવિષ્ય આગળના સારા એવા વર્ષો માટે મજબૂત અને સારું બની રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટનો અમુક વર્ષ પહેલા ઉદ્ઘાટન કર્યું હતું અને તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી.

 મુકેશભાઈ અંબાણીએ કહ્યું – “રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઘણા સમયથી ગુજરાતની અંદર રોકાણો કરતો આવ્યો છે અને અમે ગુજરાતના સૌથી મોટા ઇન્વેસ્ટર છીએ. ભૂતકાળના પાંચ વર્ષોમાં અમે ગુજરાતની અંદર 3.5  લાખ કરોડ થી  પણ વધુ ઇન્વેસ્ટ કરી ચૂક્યા છીએ”

તેની સાથે જ તેમણે જણાવ્યું કે આવા વાળા પાંચ વર્ષની અંદર તેઓ ગુજરાતની અંદર આ ઇન્વેસ્ટમેન્ટની રકમને બે ગણી કરવા જઈ રહ્યા છે જે આશરે 7  લાખ કરોડ સુધી હોઈ શકે છે. 

તેમણે જણાવ્યું કે તેઓ  ગુજરાતને ક્લીન એનર્જી અને ગ્રીન મટીરીયલ ઉત્પાદનમાં દુનિયાનો અગ્રણી રાજ્ય બનાવવું છે.

મુકેશભાઈ અંબાણીએ કહ્યું – “જામનગર ની અંદર અમે દુનિયાનું સૌથી મોટું ઈન્ટિગ્રેટેડ ક્લીન એનર્જી સિસ્ટમ  કેન્દ્ર બનાવી રહ્યા છીએ.  તેની સાથે જ સ્નેપિંગ સોલાર, બેટરી એનર્જી સ્ટોરેજ, ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન ફર્ટિલાઇઝર, સુટેબલ એવીએશન ફ્યુલ, દરિયાઈ ઇંધણ અને આધુનિક સામગ્રીનો સમાવેશ પણ થશે.

આ બધા માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત પાયાની ઉપર ઉભો કરવા માટેનો એક સંકલ્પ છે. જામનગર જે એક સમયે હાઇડ્રોકાર્બન ઊર્જાનો સૌથી મોટો નિકાસક હતું તે આવા વાળા અમુક વર્ષોની અંદર ભારતનું સૌથી મોટું  ગ્રીન એનર્જી અને સામગ્રીનો નિકાસ કેન્દ્ર બની જશે.”

“કચ્છ પ્રદેશ આપણે આવા વાળા સમયની અંદર ગ્લોબલ ક્લીન એનર્જી નો હબ જોવા મળશે”


તેઓના  કહ્યા  અનુસાર – મલ્ટી ગીગાવોટ ક્ષમતાવાળો યુટીલીટી સ્તરનો આ સોલાર પ્રોજેક્ટ દુનિયાના સૌથી મોટો પ્રોજેક્ટ હશે.આ પ્રોજેક્ટ એડવાન્સ સ્ટોરેજ અને આધુનિક ગ્રીડ વ્યવસ્થાના માધ્યમથી આખો દિવસ સતત ક્લીન એનર્જી પૂરી પાડી શકશે. આ પ્રોજેક્ટ દ્વારા ભારતના ગ્રીન એનર્જીના ભવિષ્યને મજબૂત બનાવશે અને  રીન્યુએબલ એનર્જી ની અંદર ગુજરાતની આગેવાની ખૂબ જ મજબૂત થશે.

મુકેશભાઈ અંબાણીએ અંતિમ જાહેરાતમાં કહ્યું કે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ગુજરાત સાથે ભાગીદારી કરી આપવા વાળા ઓલમ્પિક ગેમ મહત્વકાંક્ષા પૂરી પાડશે.

તેમજ ભવિષ્યમાં થનાર ઓલમ્પિક્સ ગેમ અમદાવાદની અંદર થાય તેવું  સ્વપ્ન જોઈ રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભેગુ મળીને આ કાર્યને પૂરું પાડશે અને તેઓ  આદર્શ  દ્રષ્ટિકોણ  શાકાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાત સરકાર સાથે મળી અમદાવાદ  શહેરની અંદર નારણપુરામાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સંચાલન કરશે.  આ કેન્દ્ર ભવિષ્યની અંદર ખેલાડીઓને ટ્રેનિંગ કરવા તેમજ તેમને તાલીમ આપવા માટે પણ ઉપયોગમાં થશે તેની સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું પણ આયોજન અહીં કરવામાં આવશે. 

તેની સાથે જ સૌરાષ્ટ્રની અંદર જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ ની પણ સ્થાપના કરવામાં આવશે અને શૈક્ષણિક સ્તરે ઉચ્ચ સુવિધાઓનો અનેક કાર્ય અને તેના વિસ્તાર વધારી રહ્યા છે. 

તારીખ 11 જાન્યુઆરીના દિવસે વાઇબ્રન્ટ ગુજરાત મીટીંગ ની અંદર કંઈક આ રીતે ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ તેમના ભવિષ્યને લઈને તેમના ગુજરાત પ્રતિ અને  ભારત પ્રત્યેના વિચારો અને તેમનો અમલીકરણ કઈ રીતના કરવામાં આવશે તેમની જાહેરાત કરી હતી.



Share

Related Post

ભારત અને યુરોપ વચ્ચે 6G માટે ઐતિહાસિક સમજૂતી: જાણો શું છે 'ટુવર્ડ્સ 2030' માસ્ટર પ્લાન?
TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.
ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.
હવે ટાવર વગર મોબાઈલમાં આવશે નેટવર્ક? Starlink ની D2D સેવા અને ભારત સરકારનો નવો વળાંક.
DPDP Act: ડેટા પ્રાઇવસીની દુનિયામાં TCS અને Jio ની એન્ટ્રી
Nvidia ની નવી Rubin AI Chips ડેટા સેન્ટર્સની દુનિયા બદલી નાખશે! જાણો કેવી રીતે ગરમ પાણીથી સર્વર્સ ઠંડા થશે અને શા માટે ચિલર બનાવતી કંપનીઓના શેર ઘટ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

1 thought on “Jio (રિલાયન્સ ઇન્ડસ્ટ્રી) ભારત અને વિશ્વના લોકો માટે બનાવવા જઈ રહ્યું છે પહેલું એઆઈ પ્લેટફોર્મ – મુકેશ અંબાણીએ કરી જાહેરાત!”

Leave a Comment