NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના દ્વારા લેવામાં આવેલું આ પગલું રસ્તા પરની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને રાતના સમયે કે જ્યારે ધુમ્મસ હોય ત્યારે આ લેવામાં આવેલું પગલું ખૂબ સચોટ સાબિત થઈ શકે છે.
NHAI દ્વારા ટેલિકોમ કંપનીઓ સાથે જોડાણ કરીને શરૂઆતના તબક્કે અને પ્રાથમિક ધોરણે પ્રોજેક્ટની શરૂઆત કરી છે જેનો હેતુ એ છે કે મોટા મોટા હાઇવે પર રખડતા ઢોરને કારણે થતા અકસ્માતો અને દુર્ઘટના કિસ્સાઓને ઘટાડવામાં આવે.
જ્યારે કોઈપણ વાહન ચાલક એવા રસ્તા પરથી પસાર થતો હોય કે જ્યાં પ્રાણીઓ આવવાની શક્યતા ખૂબ વધારે હોય ત્યારે તેના મોબાઇલ ડિવાઇસની ઉપર તરત જ SMS અથવા તો Voice Alert મોકલી આપવામાં આવશે અને જેના દ્વારા વાહન ચાલક સાવધાન થઈ જશે અને સાવચેતી રાખશે જેના દ્વારા અકસ્માતની ઘટનાને ટાળી શકાય.
આનો ફાયદો એ છે કે એવી જગ્યા જ્યાં વધુ ધુમ્મસ અથવા તો અંધારું હોય તે દરમિયાન વાહન ચાલક આવી પરિસ્થિતિમાં મુકાય તેના પહેલા જ અગાઉથી સાવચેત થઈ જશે અને પોતાની ઝડપ ને ઘટાડી શકશે તેથી પણ અકસ્માતની શક્યતા ઘટી જશે.
NHAI અને ટેલિકોમ કંપનીઓ ની આ પ્રકારની પાર્ટનરશીપ હાઇવે ઉપર સુરક્ષા માટેના એક ક્રાંતિકારી પગલાંઓ છે.
NHAI હવે માત્ર રસ્તા પર જ ધ્યાન નથી આપતું, પરંતુ તેને સ્માર્ટ પણ બનાવી રહ્યું છે જેના કારણે જ તેમણે કંપની જોડે પાર્ટનરશિપ કરવાનું નક્કી કર્યું છે. જેમ ડ્રાઇવર તેનો વાહન એવા વિસ્તારની અંદર પહોંચે જ્યાં પ્રાણીઓ રસ્તા પર આવવાનો ભય રહે ત્યારે તેવા સંજોગ ની અંદર તેના મોબાઇલ ડિવાઇસ પર તરત જ નોટિફિકેશન જાહેર થઈ જશે.
Ministry of Road Transport and Highways ના દ્વારા બહાર પાડવામાં આવેલું આ નિવેદન એવું દર્શાવે છે કે સરકાર ટેકનોલોજીના માધ્યમ દ્વારા લોકોના અકસ્માતથી દૂર રાખવા અને જીવ બચાવવા માટે કેટલી ગંભીર છે. આ ખાસ પ્રકારના પ્રોજેક્ટ “Road Safety Month 2026” ના અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે જેને ઉદ્દેશ્ય નેશનલ હાઈવે ને વધુ સલામતી પૂરું પાડવાનો છે.
ઘણી વખત હાઇવે ઉપર અચાનકથી પશુઓના અચાનક આવી જવાથી વાહન ચાલક પોતાનો કાબૂ ગુમાવી દે છે અને આ અચાનક પશુઓની અવરજવરને કારણે થતું હોય છે અને આ અકસ્માતને રોકવા માટે આ પહેલ કરવામાં આવી છે.
શિયાળાના સમય દરમિયાન જ્યારે ધુમ્મસ ચારે તરફ વધુ પડતા પ્રમાણમાં હોય છે ત્યારે રસ્તા ઉપર કશું દેખાતો નથી આવા સમય દરમિયાન વાહન ચાલક માટે આ ટેકનોલોજી “Third Eye” તરીકે કામ કરશે જે તેને અગાઉથી જ ચેતવણી આપી દેશે.
પ્રોજેક્ટની ટેસ્ટિંગ અને તેનો અમલીકરણ ક્યાં ચાલી રહેલ છે?
NHAI તેમજ સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ની અમલીકરણ ની તૈયારી થઈ ચૂકી છે અને આ પાયલેટ પ્રોજેક્ટ હાલમાં જયપુર–આગ્રા અને જયપુર–રેવાડી નેશનલ હાઇવે પર ચલાવવામાં આવી રહેલ છે. જૂના થયેલ અકસ્માતોના ડેટા અને ફિલ્ડ સર્વેના મુજબ આ રસ્તાઓને ‘High Risk’ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
આ દરમિયાન ડ્રાઇવરને ચેતવણી ક્યારે મળશે? તો જ્યારે વાહન ચાલક કોઈ પણ જોખમી વિસ્તારની અંદર પહોંચે છે અને તે પહોંચે તેના લગભગ 10 km પહેલા જ તેના મોબાઈલ ડિવાઇસ પર લોકેશનના આધારિત આપી દેવામાં આવશે જેથી અગાઉથી જ વાહન ચાલકની નોટિફિકેશન મળી જશે અને તે સાવચેત રહેશે.
આનો ફાયદો એ છે કે 10 કિલોમીટર અગાઉથી જ વાહન ચાલકને ખબર પડી જવાના કારણે ડ્રાઇવર પાસે પૂરતો સમય રહેશે કે તે પોતાની સ્થિતિને હળવી કરે અને જો તેનું વાહન ઝડપથી ચાલી રહ્યું હોય તો તેના વાહનને ધીમી ગતિથી ચલાવી શકે તેમ જ સાવધાન થઈ જાય.
ટેકનોલોજીકલ સુરક્ષા: કેવી રીતે ફ્લેશ મેસેજ અને ઓડિયો એલર્ટ અકસ્માતો અટકાવશે?
NHAIના દ્વારા આ સિસ્ટમ એ વસ્તુનું સુનિશ્ચિત કરે છે કે વાહન ચાલકને જરૂરી માહિતી મળી રહે પણ તે વારંવાર મેસેજને લઈને પરેશાન ના થાય અને તેથી ફ્લેશ એસએમએસ દ્વારા આ નોટિફિકેશન મળશે. આ એવા મેસેજ છે કે જે મોબાઇલ સ્ક્રીન ની ઉપર તરત જ દેખાઈ જાય છે અને એવી રીતના હાઈલાઈટ થાય છે કે તરત જ વાહન ચાલકનું ધ્યાન દોરી લે અને તેને મેસેજ ના ઇનબોક્સમાં જઈને વારંવાર ખોલીને જોવાની જરૂર પડતી નથી.
આ મેસેજ દ્વારા જણાવવામાં આવશે કે આગળના રસ્તા ઉપર કોષોની અવરજવર કેવી છે અને કોષોની અવરજવર વાળો હોય તો ગાડી ચલાવવામાં સાવચેતી રાખવી. આ સિસ્ટમમાં મેસેજ અને વોઈસ એલર્ટ આપણને હાલમાં હિન્દી ભાષા ની અંદર જોવા મળી શકશે જેના કારણે વધુથી વધુ લોકો ભાષાને સમજી શકે અને સમજવામાં સહેલાઈ રહે.
જો વાહન ચાલકને વારંવાર એક જ પ્રકારના મેસેજ વારંવાર તેમના ફોન પર દેખાય તો એવી શક્યતા છે કે તેઓ વધુ ધ્યાન ના દોરે અને થઈ શકે છે કે તેમને વાહન ચલાવવામાં પણ તકલીફ રહે અથવા કંટાળી જાય તેવી શક્યતા પણ રહે છે. આના લીધે જો એકવાર એલર્ટ વાહન ચાલકને મોકલી દેવામાં આવે ત્યારબાદ લગભગ 30 મિનિટ સુધી કોઈપણ એલર્ટને મોકલવામાં આવશે નહીં.
રિયલ-ટાઈમ એલર્ટ્સ: કેવી રીતે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઈવે સુરક્ષામાં બદલાવ લાવી રહ્યું છે?
ભારત સરકાર દ્વારા હાઇવે ની ઉપર ચાલી રહેલ ટેકનોલોજીમાં હજુ સુધરા લાવવા માટે વાહન ચાલકો માટે રિયલ ટાઈમ એલર્ટ્સ અને ઇન્ફેક્શનની અંદર બદલાવ લાવવા માટે ટેલિકોમ વિભાગનો ખાસ ઉપયોગ કરેલ છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પહેલ ટેલિકોમ નેટવર્કના દ્વારા વાહન ચાલકોને ચોક્કસ સ્થળ અને ચોક્કસ સમયે પરિસ્થિતિ મુજબ ચેતવણી આપે છે.
નેશનલ હાઈવે કે જે જગ્યા પર પશુઓની અવરજવર વધુ હોય છે, તે જૂના અહેવાલો અને અકસ્માતના ડેટા અનુસાર તેમનો વિશ્લેષણ કરી તેમની માહિતી દ્વારા અગાઉથી જ maping કરી લેવામાં આવેલ છે. કે જેના દ્વારા અગાઉથી જ ડેટા મળી રહે.
તેમ જ ભારત સરકારને સાથ સહકાર આપવા માટે Reliance Jio ના દ્વારા પણ મોટી ભૂમિકા ભજવવામાં આવશે! આ પાયલેટ પ્રોજેક્ટના ભાગરૂપે, Reliance Jio એ તેમના પ્લેટફોર્મમાં અપગ્રેડેશન કરેલ છે કે જેના દ્વારા રિયલ ટાઈમ ડેટામાં લાખો વાહન ચાલકોને આ પ્રકારની નોટિફિકેશન ઝડપથી મોકલવામાં મદદરૂપ સાબિત થાય.
NHAI ના દ્વારા સ્પષ્ટીકરણ થઈ ગયું છે કે હાલમાં જે જયપુર-આગ્રા અને જયપુર-રેવાડી પર જે કામ ચાલુ રહ્યું છે તેના પરિણામો પહેલાથી જ ધ્યાનથી અને અમે વ્યવસ્થિત રીતે તપાસવામાં આવશે. ટેકનોલોજી અને સુરક્ષાનું ભારતને સ્માર્ટ હાઇવે તરફ લઈ જઈ રહ્યું છે.
જો આ પાયલેટ પ્રોજેક્ટની સફળતા રહેશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો જોવા મળશે તો જ તેને ભારતના અન્ય નેશનલ હાઇવે ઉપર કે જ્યાં પશુઓ નું અવરજવર વધારે છે એ જગ્યા પર આ સિસ્ટમનો ઇન્સ્ટોલેશન કરવામાં આવશે.
ખરેખર આ પ્રોજેક્ટમાં મુખ્ય અધ્યાય અકસ્માતને માત્ર ઘટાડવો જ નહીં પણ નેશનલ હાઇવે અને અન્ય મોટા હાઇવે પર મુસાફરી કરનાર લોકોનો Driving Experience વધુથી વધુ સુરક્ષિત અને Smooth Experience પૂરો પાડવાનો છે.
જો આ પાયલેટ પ્રોજેક્ટ ની અંદર સફળતા પ્રાપ્ત થશે તો માત્ર હાઇવે પર રખડતા પશુઓની સમસ્યા જ નહીં પણ ટેલિકોમ ડેટા ના દ્વારા સુરક્ષા પૂરું પાડવાનું એક ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ મોડલ બની રહેશે.






