Nvidia જેવી મોટી કંપનીના CEO જેન્સન હુઆંગનું આ પ્રકારનું નિવેદન ડેટા સેન્ટર્સની દુનિયાની અંદર એક મોટો ફેરફાર સૂચવે છે! Nvidia ના CEO જેન્સન હુઆંગ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા સમયની અંદર આવનારી તેમની નવી ચીપ ‘Rubin’ AI Chips એટલી કાર્યક્ષમ હશે કે તેને ઠંડી રાખવા માટે ઘણા મોટા મોટા Water Chillers (મોટા એસી જેવા મશીનો) ની જરૂરિયાત પડી શકે છે.
આ ચર્ચાનું કારણ એ છે કે આ વાતના કારણે આખી ટેકનોલોજી ની દુનિયાની અંદર આની ચર્ચા ની શરૂઆત થઈ ગઈ છે કે જો મોટા Water Chillers ની જરૂર નહીં પડે, તો ભવિષ્યની અંદર ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા માટે તેની રીત કેવી હશે? શું તેને ઠંડો રાખવા માટે કોઈ અન્ય પ્રકારની ટેકનોલોજી આવશે કે પછી તે હવારે ઠંડી થઈ જશે?
ડેટા સેન્ટર કૂલિંગ ને લાગતું આખું બજાર હવે એક નવી દિશાની અંદર વર્તુળ જોવા મળશે કે જેની અંદર વીજળીની વધુથી વધુ બચત થઈ શકે તેથી આની અંદર બજારમાં ફેરફાર આવી શકે છે.
જો ભવિષ્યની અંદર આ પ્રકારની ચીપ ઓછી ગરમીનું ઉત્પાદન કરે તો છતાંય ડેટા સેન્ટર માટે ગરમીનો નિકાલ કઈ રીતના કરવો તે પ્રશ્નનો ઉકેલ લાવવો અનિવાર્ય રહેશે જ. જો ચિપ્સને એવી રીતના બનાવવામાં આવે કે તેને ઠંડી રાખવા માટે મોટા મોટા વોટર ચિલર્સની જરૂરિયાત ના પડે , તો ડેટા સેન્ટર માર્કેટની અંદર પાણીનો વપરાશ ખૂબ જ નહિવત થઈ જશે અને આ વસ્તુ પર્યાવરણના સંદર્ભને લઈને પણ ખૂબ સારું છે.
ગરમીનો નિકાલ કરવો ખૂબ અનિવાર્ય વસ્તુ છે, ભલે પાણીની જરૂર ના પડે પણ મશીનો જે પણ ગરમી પેદા કરે છે તે ગરમીનો બાષ્પીભવન કરવા માટે અથવા તેને બહાર કાઢવાની વ્યવસ્થા તો યોજવી જ પડશે.
AI નો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે તેમજ તેની ટેકનોલોજીનો વપરાશ ઘણા બધા લોકો કરી રહ્યા છે, જેનો મતલબ એ છે કે ભવિષ્યની અંદર સર્વશ પર લોડ હજુ વધશે અને વધારે ગરમી પેદા કરશે. તેથી આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવવા ગરમીને મેનેજ કરવાની ટેકનોલોજી હજુ પણ આ ઉદ્યોગમાં કામ કરતી સંસ્થા તેમજ ઉદ્યોગો માટે ખૂબ જ મહત્વની રહેશે.
આ વાતના કારણે બજાર પર થયેલો Impact!
Nvidia ના CEO ના દ્વારા આ વાતને કારણે શેરબજાર અને તેમજ ટેકનોલોજી દુનિયાની અંદર થોડી હલચલ મચાવી છે. જેન્સન હુઆંગે આ વર્ષના શરૂઆતમાં જ આ વાતની જાણ કરી હતી કે આવનારી જનરેશનની Rubin ચિપ્સને ઠંડી રાખવા માટે એવા તાપમાનના પાણીનો ઉપયોગ કરવામાં આવશે કે જેની અંદર પરંપરાગત વોટર ચીલર્સ ની જરૂર પડે નહીં.
આ પ્રકારના સમાચાર માર્કેટની અંદર આવતા ની સાથે જ ડેટા સેન્ટર કુલિંગ માર્કેટની અંદર ચિંતા ફેલાઈ ગઈ. જે પણ કંપનીઓ મોટા મોટા ચીલર્સ બનાવે છે, તેમને એવું લાગ્યું કે કદાચ ભવિષ્યની અંદર તેમના પ્રોડક્ટની માંગમાં ઘટાડો થઈ શકે છે જેથી તેમને આ વિષય ચિંતા નો લાગ્યો.
તેમજ આ સમાચાર આવતા ની સાથે જ જે કંપનીઓ કુલિંગ ટેકનોલોજી સાથે જોડાયેલી છે અથવા તો જે કંપનીઓ કે ઉદ્યોગો આ સેક્ટરની અંદર કામ કરે છે તે કંપનીઓના Stocks ( શેર) ના ભાવ ની અંદર નકરાત્મક અસર જોવા મળી અને તે નીચે પડ્યા.
‘Capacity‘ (એક જાણીતું ટેક મીડિયા આઉટલેટ) ના દ્વારા ડેટા સેન્ટર્સના ઘણા બધા ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો અને તેમની સાથે વાત કરી. તેઓ એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જો ડેટા સેન્ટર્સમાં ઠંડક રાખવા માટે પાણીની જરૂરિયાત બિલકુલ ના પડે તો આખી ઇન્ડસ્ટ્રી કેવી દેખાશે? અને ત્યારબાદ જો આ વસ્તુ થાય તો પર્યાવરણ અને ખર્ચ પર તેની કેવી અસર પડશે?
વર્ષ 2026 ની અંદર કૂલિંગ ટેકનોલોજીનું માર્કેટ કઈ રીતના બદલાશે અને તેની સાથે નવી પદ્ધતિઓ લોકપ્રિય થશે, તેવી બાબતોનો ચર્ચા નો આ મુખ્ય વિષય હતો.
કેવું દેખાશે આપણને ઝીરો વોટર ડેટા સેન્ટર?
એક રિપોર્ટના અનુસાર, Nvidia ના દ્વારા Rubin Server Racks 45 સેલ્સિયસ ગરમ પાણીથી પણ તેને ઠંડા રાખી શકાય છે. એમ તો ખરેખર સામાન્ય કોમ્પ્યુટરને ઠંડા રાખવા માટે ખૂબ જ ઠંડા પાણીની જરૂરિયાત પડતી હોય છે અને તેમાં પાણીના વ્યય પણ ખૂબ થતો હોય છે. પરંતુ આ નવી ટેકનોલોજીના અનુસાર આ ગરમ પાણીના અંદર પણ કામ કરી શકે છે જે ખૂબ જ યુનિક કોન્સ્ટેપ્ટ છે.
જો 45 સેલ્સિયસ જેટલા સામાન્ય તાપમાન ની અંદર પાણીના દ્વારા કામ ચાલી જતું હોય તો તે પાણીને એકદમ ઠંડો કરતા મોંઘા મોંઘા વોટર ચીલર્સ જેવા મશીન ની જરૂરિયાત ખૂબ જ ઓછી થઈ જશે. આ પ્રકારના સમાચાર મળતાની સાથે જ જે પણ કંપનીઓ કે ઉદ્યોગો વોટર ચીલર્સ ની સાથે સંકળાયેલા હતા તેઓની કંપનીઓ ના શેર ની કિંમતમાં નકારાત્મક અસર જોવા મળી હતી જેમકે Johnson Controls અને Trane Technologies. આ બે મોટી કંપનીઓ ડેટા સેન્ટર્સ માટે વોટર ચીલર્સ અને કુલિંગ સિસ્ટમ બનાવે છે.
આ બે કંપનીઓના શહેરના ભાવ ની અંદર આ સમાચારના કારણે અચાનક ઘટાડો નોંધાયો હતો, કારણ કે Stackholders ને એવું લાગ્યું હશે કે ભવિષ્યની અંદર આ કંપનીઓના પ્રોડક્ટની માંગમાં ઘટાડો જોવા મળી શકે છે તેના કારણે Panic Selling જોવા મળ્યું.
Telehouse ના ડિઝાઇન અને એન્જિનિયરિંગ ડાયરેક્ટર Ozgur Duzgunoglu ના દ્વારા ટેકનોલોજીના મહત્વના વ્યવહારો પાસા વિશે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી. તેના ફાયદા વિશે તેમણે જણાવ્યું કે Nvidia ની નવી ડિઝાઈન થી Energy Use ની અંદર ઘટાડો થશે અને કૂલિંગ સિસ્ટમ પહેલા કરતા વધુ સરળ બની જશે.
મુખ્ય પડકાર એ છે કે જ્યારે પણ આપણે AI નો ઉપયોગ કરતા હોય અને તે ટેકનોલોજીના દ્વારા આપણે કોઈપણ ટાસ્ક કરતા હોય તે દરમિયાન સર્વર્સ ખૂબ જ High-density કામ કરતા હોય છે અને તેના દ્વારા પુષ્કળ ગરમી બહાર આવે છે.
ભલે મોંઘા ચીલર્સ ની જરૂર ના પડે પરંતુ આપણે જ્યારે પણ સર્વશ ફુલ કેપેસિટી પર ચાલતા હોય ત્યારે તેના અંદરથી નીકળતી ગરમીને બહાર કાઢવા માટે એક વિશ્વસનીય અને સચોટ રસ્તો હોવો જરૂરી છે કે જેનાથી Heating ની સમસ્યા ઉકેલી શકાય. જો સમયસર સર્વર ને ઠંડા ના રાખવામાં આવે અને તેમાં Heating જળવાઈ રહેતો આપણા પાસે ગમે તેટલી એડવાન્સ ચીપ હોય તે બગડી જશે.
આવનાર ભવિષ્ય ની અંદર ડેટા સેન્ટર્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે જેની અંદર પાણીનો વપરાશ લગભગ લગભગ શૂન્ય થઈ જાય. તેની માટે Sealed loops ને વાપરવામાં આવશે, જેની અંદર પાણી બહાર નીકળતું નથી અને વરાળ બનીને તેનો બાષ્પીભવન થતું નથી, તે અંદર અંદર ફરતું રહીને સરોવરને ઠંડક પહોંચાડશે.
ગરમીને બહાર કાઢવા માટે પાણીના બદલે હવા અથવા અન્ય કોઈપણ સૂકી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે કે જેથી પાણીનો વ્યય ઓછો થાય અથવા તો બંધ થઈ જાય જેને Dry heat rejection કહી શકીએ છીએ.
જે પણ પાવરફુલ AI સર્વર્સ છે, તેમને ઠંડા રાખવા માટે સીધું જ લિક્વિડ કુલીંગ વાપરવામાં આવશે. સર્વશ માંથી જે ગરમી નીકળશે, તેનો વ્યય કરવાના બદલે બીજા કોઈ પણ અન્ય કામોની અંદર વાપરવામાં આવશે જેમ કે ઇમારત અને ગરમ રાખવામાં.
ડેટા સેન્ટર્સ કેટલા કાર્યક્ષમ છે તેની ચકાસણી કરવા માટે PUE (Power Usage Effectiveness) અને WUE (Water Usage Effectiveness) ના આંકડાઓ પર ખાસ કરીને ધ્યાન આપવામાં આવશે.
આ નવી પદ્ધતિ કઈ રીતના કામ કરશે?
અત્યારે ડેટા સેન્ટર્સ સર્વરને ઠંડા રાખવા માટે ફ્રીજ જેવા ‘ચિલર સિસ્ટમ’નો ઉપયોગ કરે છે,કે જે હાલમાં ખૂબ વીજળીનો વપરાશ કરે છે. અને તેની સામે જ “હોટ વોટર કુલિંગ” એક નવા પ્રકારના વિચાર છે તેમજ અલગ વિચાર પણ છે.
ચાલો સમજીએ કે આ પદ્ધતિ કઈ રીતના કામ કરશે?
- Cold Plates: આ પ્રકારની પ્લેટ ને સર્વરની અંદર લગાડવામાં આવે છે જે પ્રવાહી અને ચીપ બંને વચ્ચેની ગરમીને ખૂબ ઝડપથી દૂર કરીદે છે.
- Intelligent CDUs: આવા પ્રકારના સ્માર્ટ મશીનો પોતાની જાતે નક્કી કરે છે કે સર્વરના પાવરલોડ ના મુજબ તેમને કેટલું પ્રવાહી વહેવું યોગ્ય રહેશે.
આનો ફાયદો એ છે કે આ ટેકનોલોજીના દ્વારા ગરમ પાણીનો ઉપયોગ કરી શકાશે અને સર્વરને સુરક્ષિત રાખી શકાશે, જેના કારણે વીજળીની અંદર ભારે બચત જોવા મળશે અને સિસ્ટમ પણ વધુ Reliable બની જશે. જેના કારણે ઘણી બધી વસ્તુઓનો વધુ પડતો વ્યય અને વપરાશમાં ઘટાડો જોવા મળશે.
Eaton કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ‘હોટ-વોટર કૂલિંગ’ ટેકનોલોજી માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ, બિઝનેસ કરતા ઉદ્યોગો માટે પણ કેટલી નફાકારક અને ફાયદાકારક છે.
હોટ વોટર કુલિંગ નો ઉપયોગ કરવાના કારણે ચિલર સિસ્ટમ પાછળ જે પણ વધુ પ્રમાણેની અંદર વીજળીનો વપરાશ થાય છે તેની અંદર મોટો ઘટાડો લાવી શકાય. તેમજ આના કારણે જે પણ વીજળીનો ઓછો વપરાશના કારણે બચત થશે તેનો ઉપયોગ AI ની અન્ય સિસ્ટમ ચલાવવા માટે, ટેકનીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અને ડેટા ડિસ્ટ્રીબ્યુશન યુનિટ્સ જેવા કામ માટે ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે વીજળીનો બિલ વધારે વગર જ વધુ સર્વશ ને ચલાવી શકાશે.
આના કારણે ફેક્ટરી આઉટપુટમાં 33% નો વધારો જોવા મળી શકશે, આ ટેકનોલોજીનો ઉપયોગથી એક જ ક્રિડ કનેક્શન વધુ કામ મેળવી શકશે. આનો અર્થ એ છે કે સિસ્ટમની અંદર કાર્યક્ષમતા પહેલાથી વધુ સારી બની શકે છે.
વોટર ચીલર્સનો ઓછો ઉપયોગ કરવો અને તેના દ્વારા પાણી અને પાવરની બચત થાય તે ખૂબ જ સારી અને ટકાવું નીતિ છે. આંખો માર્કેટ હવે warm-water ડાયરેક્ટ લીક્વીડ કોલિંગ ની તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે જે એક નવા ટ્રેન્ડ ની શરૂઆત કરી શકાય.
ચિલર્સ નો ઉપયોગ ખૂબ ઓછો થાય તો તેનો અર્થ એવો નથી કે હવેથી No cooling અને Zero water વગર કામ ચાલશે. ડેટા સેન્ટર્સની સુરક્ષામાં વધારો કરવા માટે કોઈના કોઈ સ્વરૂપે અમુક મર્યાદિત પાણીની જરૂરિયાત તો રહેશે જ તેમજ ઠંડકની વ્યવસ્થા પણ રાખવી પડશે જ.
NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ Bruno Berti ના દ્વારા આ ટેકનોલોજીના એક ખૂબ જ મહત્વના તેમજ વ્યવહારુ પાછળ તરફ ધ્યાન આપવામાં આવ્યું છે.
ડેટા સેન્ટર કઈ જગ્યાએ આવેલ છે અને તેની આબોહવા કયા પ્રકારની છે તે ખૂબ મહત્વનું છે. જો અગર આબોહવા ખૂબ ગરમ હોય તો ત્યાં માત્ર હવા અથવા તો ગરમ પાણીથી કોલિંગ કરવું ખૂબ જ અઘરું પડે છે તેથી તેના માટે બે કપ હોવો જોઈએ.
Bruno Berti ના દ્વારા કહેવામાં આવ્યું કે આબોહવા દ્વારા જ નક્કી થશે કે કોઈ ડેટા સેન્ટર આખું વર્ષ વધારાના Evaporative backup (કે જે પાણીનો ઉપયોગ કરે છે) વગર ચાલી શકશે કે નહીં. એનો મતલબ એ છે કે ઠંડા દેશોમાં થઈ શકે છે કે પાણી વગર ચાલે પણ જે આ વાત ગરમ દેશોની છે જે ગરમી ખૂબ પડે છે ત્યાં ક્યારેક તો પાણીની જરૂર પડશે જ.
Sustainability અને Economics નું એક જોડાણ.
અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાની અંદર AI વપરાશ લગભગ દરેક ક્ષેત્રની અંદર થઈ રહ્યો છે અને ઘણા લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI ને ચલાવવા માટે જે પણ પ્રોસેસર્સ અથવા ચિપ્સ નો ઉપયોગ થાય છે તે ખૂબ જ પાવરફુલ ગણાય છે તેમજ તે ખૂબ ગરમી નું સર્જન કરે છે.
પંખાથી હવા ફેકીને Air Cooling આપવાની આ પ્રક્રિયા હવે પૂરતી નથી તેમાં બદલાવ આવ્યો છે. તેના લીધે જ આ ગરમીને મેનેજ કરવા માટે હવે લગભગ ફરજિયાત પણે લિક્વિડ નો ઉપયોગ કરીને તેને ઠંડક આપવાની પદ્ધતિ ની શરૂઆત થઈ ગયેલ છે તેથી હવે જૂની પદ્ધતિઓ એટલી સજ્જ નથી.
આ પરિવર્તનના કારણે આ ક્ષેત્રની અંદર કામ કરતા આખા ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ તેમજ કુલીંગ કરવાની રીતોમાં અને તેની પદ્ધતિઓમાં નવા નવા ફેરફારો અને આયોજનની પ્રક્રિયાની શરૂઆત કરાઈ રહી છે.
NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સના નિષ્ણાત બ્રુનો બર્ટી પોતાના મંતવ્યોને ડેટા સેન્ટર ઉદ્યોગનો ભવિષ્યની એક સ્પષ્ટ દિશા બતાવી રહેલ છે. ઉદ્યોગ હવે કઈ તરફ જઈ રહેલ છે તે એકદમ સાફ છે. ભવિષ્યની અંદર ડેટા સેન્ટરસ અપગ્રેડ થશે તેમ જ તે વધુ આધુનિક પણ બનશે.
તેમના કયા અનુસાર હવે એવી ટેકનોલોજી લાવવામાં આવશે કે જેના દ્વારા લિક્વિડ થોડું પણ ગરમ હોય તો પણ તે મશીનોને ઠંડું રાખવા માટે સફળતાપૂર્વક કામ કરશે. તેના કારણે પાણી ને એકદમ ઠંડો કરવા માટે જે વીજળી વપરાતી હતી તે વીજળી બચશે. તેમજ મશીન માંથી નીકળતી ગરમીને બહાર કાઢવાની પદ્ધતિઓ સમય અનુસાર વધુ સ્માર્ટ બનશે જેના લીધે નો-વોટર અને લો-વોટર ના દ્વારા ચાલતું ડેટા સેન્ટર ચલાવવું શક્ય બનશે.
તેઓ એક શરત અનુસાર કહે છે કે આ બધું ત્યાં જ શક્ય બની શકે છે જ્યાં વાતાવરણ અને પરિસ્થિતિ નો સાથ મળે. તેમજ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ઉદ્યોગની અંદર ફસાયેલી અમુક ગેરસમજોને દૂર કરવા માટે અને સાચી માહિતી અને ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમુક સરળ સમજૂતી તેમણે પ્રસ્તુત કરી.
અફવા અને સચ્ચાઈ – આ ક્ષેત્રની અંદર કામ કરી રહેલા ઉદ્યોગો અને મોટી કંપનીઓને અફવાઓ અથવા અધૂરી માહિતીને બદલે સાચી માહિતી અને ડેટા અને તેના પુરાવા સાથે વાત કરવી જોઈએ અને આગળનું કામ કરવું જોઈએ.
Educate communities – ખરેખર લોકોની અંદર એવી પણ ચિંતા હોય છે કે ડેટા સેન્ટર્સ ઘણું બધું પાણીનો વપરાશ કરે છે,તેના કારણે લોકોને એમ સમજાવવું જરૂરી છે કે વાસ્તવિકતા અનુસાર કેટલો પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને કેટલું પાણી ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે જેનાથી સ્પષ્ટ માહિતી લોકો સુધી પહોંચે અને ચિંતા ના વિષય દૂર થાય.
સંસાધનોની સુરક્ષા- પાણી એ કુદરત દ્વારા મળતી કુદરતી સંપત્તિ છે જે દરેક લોકો માટે હોય છે તેથી ઉદ્યોગોના દ્વારા એવું બતાવવું પડશે કે તેઓ આ કુદરતી સંસાધનોને બચાવવા માટે અને તેનો વ્યય અટકાવવા માટે કેટલી મહેનત કરી રહેલ છે તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવી.
AI જે રીતે ઉદ્યોગોને બદલી રહેલું છે તેના લીધે ડેટા સેન્ટર્સ મોટી મોટી કંપનીઓ માટે આગળ વધવાની તેમજ પ્રગતિના પંથે ચડવાની નવી નવી તકો ઊભી થઈ ગઈ છે. અત્યાર સુધી માત્ર ધ્યાન પ્રોસેસર અથવા તો ચીપને કઈ રીતે વધુ શક્તિશાળી બનાવવામાં આવે તેના પર હતો. પણ હવે સમય બદલાઈ ગયો છે અને ડેટા સેન્ટર્સના પાવર સપ્લાય તેમજ કુલિંગ સિસ્ટમ ને પણ વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે તેમજ અપગ્રેડ કરવાની પણ જરૂર છે.
જે પણ કંપનીઓ અને ઉદ્યોગો આ કુલિંગ ટેકનોલોજી અને પાવરની અંદર જેટલી ઝડપથી અને નવી નવીનતાઓ લાવશે તેમના માટે આ માર્કેટ એક મોટું બિઝનેસ પ્રોવાઇડ કરી શકે છે.






