એપ્પલ એક એવી આંતરરાષ્ટ્રીય કંપની છે જે ભારત સહિત ઘણા બધા દેશોની અંદર ઘણા લાંબા સમયથી કામ કરી રહી છે, તેમ જ તેના પ્રોડક્ટસ જેમ કે તેના ફોન અને લેપટોપ તેમજ અન્ય વસ્તુઓ ભારતની અંદર લોકોને લેવાની હંમેશા એક ઈચ્છા હોય છે. Apple કંપની તેના પ્રોડક્ટસ અને તેની સર્વિસીસના કારણે ખૂબ જ વિખ્યાત છે અને લોકો તેને પસંદ પણ કરે છે. પરંતુ હાલમાં દિલ્હી હાઇકોર્ટ ની અંદર એપ્પલ કંપની વિશે અમુક વિવાદોના કારણે મૂંઝવણમાં ફસાઈ ગઈ છે.
ભારતની અંદર આ કેસ હજુ પણ ચાલી રહ્યો છે તેમજ દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ સુનાવણી લાંબા સમયથી અટકેલ છે, જોકે તેનો સમય ઘણો થઈ ગયો છે. તેમજ આ દરમિયાન તારીખ 31 ડિસેમ્બરના રોજ એક આંતરિક એટલે કે ગુપ્ત મેસેજ દ્વારા જાણવા મળ્યું છે કે એપલ કંપની દ્વારા હાઇકોર્ટ ની અંદર દંડના નિયમો અંગેના વિવાદ ચાલે ત્યાં સુધી આંખો કેસ અટકાવવા માટે ખાનગી રીતે વિનંતી કરી હતી, તેવા અહેવાલો બહાર પડ્યા હોવાની ખબર પડી છે. પરંતુ ભારતની Confederation of Indian Industry (CII) આ અપીલ મળતાની સાથે જ અરજીને નામ મંજૂર કરવામાં આવી.
ભારત સરકાર દ્વારા એપલ કંપનીને અંતિમ ચેતવણી આપવામાં આવી છે કે કંપની સામે ચાલી રહેલા એન્ટી ટ્રસ્ટ એટલે કે સ્પર્ધા વિરોધી કેસ ની આગળ વધારવામાં આવશે કારણકે કંપની અમુક નિયમોનું પાલન કરતી નથી. ભારત દેશની અંદર વિદેશી કામ કરતી કંપનીઓ માટે જે નિયમોનું અમલીકરણ કરવામાં આવ્યું હોય અને જો તેને સ્પષ્ટ પણે પાલન ના થાય તો કંપની મુશ્કેલ માં મુકાઈ જાય છે તે જ વસ્તુ હાલની તારીખમાં એપલ જોડે થઈ રહ્યું છે.
એક અહેવાલના અનુસાર એપલ કંપનીએ એક વર્ષથી વધુ સમયથી સરકારી કર્મચારીઓને જવાબ આપવામાં ઘણો સમય વીતારી દીધો છે અને તેમના દ્વારા કરવામાં આવેલી તપાસને પણ નબળી પાડી છે જેથી કંપની હાલમાં મુશ્કેલમાં મુકાઈ ગઈ છે.
તેમજ એપલ કંપનીએ પણ કહ્યું છે કે ભારતની એન્ટીટ્રસ્ટ ઓથોરિટી દંડ ગણતરી માટે કંપનીના વૈસ્પિક ટર્નઓવર નો ઉપયોગ કરે તો તેને 38 ડોલર સુધીના દંડ લાગી શકે છે. અને તેમજ તપાસની અંદર એ જાણવા મળ્યું કે એપલ કંપની દ્વારા તેમના એપ સ્ટોર માં પોતાની પાવર નોખોટી રીતે દૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો પણ કંપની આ સ્ટેટમેન્ટ ને સ્વીકારતું નથી અને તેને ભારતીય અદાલતમાં દંડના નિયમોને પડકાર્યા છે. ભારત સરકાર અને એપલ કંપની ની વચ્ચે આ કિસ્સો ઘણા સમયથી ચાલી રહ્યો છે અને અદાલતની અંદર પણ આ મામલો હજી સુધી ચાલી રહેલ છે.
દિલ્હી હાઇકોર્ટમાં લાંબા સમય ગાળાથી ચાલી રહેલા આ મુદ્દે હજુ સુધી સુનવાની ચાલી રહી છે. તે જ દરમિયાન CII ને 31 ડિસેમ્બરે આપેલ એક ગુપ્ત સંદેશ માંથી જાણવા મળ્યું છે કે અપીલના દંડના નિયમો અંગેના વિવાદ અદાલતમાં ચાલે ત્યાં સુધી આ કેસ ટૂંક સમય માટે થોભાવમાં આવે જેથી એપલ કંપની ભારતની અંદર તે સમય દરમિયાન સરળતાથીવ્યાપાર કરી શકે, જોકે તેને માન્ય રાખવામાં આવ્યો નહોતું.
ભારતની એન્ટીટ્રસ્ટ ઓથોરિટી એ જણાવ્યું કે વર્ષ 2024 ના ઓક્ટોબર મહિનાની અંદર કંપની દ્વારા તપાસ કરેલી ફાઈલો ના તારણો ની સામે આપત્તિ વ્યક્ત કરવા તેમજ દંડ નક્કી કરવા માટેની જરૂરી ફાઈનાન્સિયલ ડિટેલ આપવા કહેવામાં આવ્યું હતું,પરંતુ કંપની દ્વારા આમાં પણ નબળાઈ જોવા મળી અને આમાં પણ વારંવાર સમયમાં વધારો આપવામાં આવ્યો છે.
CCI દ્વારા આદેશની અંદર નોંધ્યું છે કે વારંવાર સ્પષ્ટ સૂચના આપવા છતાં અને વારંવાર સમય વધારો આપવાથી પ્રક્રિયાત્મક શિસ્ત (Procedural ડિસિપ્લિન) અંદર નબળાઈ પડે છે તેમજ કેસને સમયસર પૂરો કરવામાં સમસ્યા ઊભી થાય છે,એમ રોઇટર્સ જોવામાં આવેલા આ દેશમાં જણાવવામાં આવ્યું છે.
CCI દ્વારા એપલ કંપનીને અંતિમ ચેતવણી આપતા કહ્યું છે કે આ પ્રકારની છૂટ કોઈ રમતની વાત નથી અને તેને વારંવાર અને અનંત સમય આપી શકાય તેમ નથી! હાલાકી અહેવાલ મુજબ એવું જાણવા મળ્યું છે કે જો આવનારા અઠવાડિયાની અંદર કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિ ઉત્તર મળી નહીં તો આ કેસને એક તરફી રીતે આગળ વધારવામાં આવશે જેમાં કંપનીને નુકસાન પણ થઈ શકે છે. ત્યાર બાદ પણ એપલે રોઇટર્સના પ્રશ્નોનો કોઈ જવાબ હજી સુધી આપ્યો નથી.
આ મામલે જાણકાર એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે એપલ કંપનીએ CCI ના ડિસેમ્બર મહિનાના આદેશને અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી પહેલા જ પગલું ભરવાનો પ્રયત્ન માને છે અને કંપની 27 જાન્યુઆરીએ ન્યાયાધીશને આ મુદ્દે સુનવાણી કરે તે પહેલા જવાબ આપે તેવી શક્યતાઓ તો ઘણી ઓછી લાગે છે જેનાથી પણ સમસ્યા ઉદભવે તેવું લાગી રહ્યું છે.
વર્ષ 2022 ની અંદર ટીન્ડર કંપનીની મુખ્ય કંપની (પેરેન્ટ કંપની) Match અને ભારતીય સ્ટાર્ટ અપ એપલની સામે એન્ટી ટ્રસ્ટ લડાઈ અમુક સમયથી લડી રહ્યા છે.એક અહેવાલ પ્રમાણે વર્ષ 2024 ની અંદર તપાસ કરતાં દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે અમેરિકા ની આ સ્માર્ટફોન કંપનીએ IOS એપ્લિકેશન માર્કેટની અંદર અનુચિત વર્તન કરેલ છે.
હાલમાં ચાલી રહેલા એપલ કંપની અને ભારતીય સરકાર આ વિવાદ વચ્ચે કોઈ પ્રકારનો અંતિમ નિર્ણય આવે તો સારું રહેશે તેમ જ આ મૂંઝવણ કેટલા સમય સુધી ચાલવાની છે તેનો કોઈ અંદાજો નથી. ચાલી રહેલ આ વિવાદનો અંત જલ્દી આવે એવી આશા રાખીએ છીએ.






