---Advertisement---

મિશન SATCOM: ભારતીય નૌકાદળને હાઈ-સ્પીડ કનેક્ટિવિટી આપવા BSNL સજ્જ.

By Dory
On: January 28, 2026 |
31 Views
મિશન SATCOM: ભારતીય નૌકાદળને હાઈ-સ્પીડ કનેક્ટિવિટી આપવા BSNL સજ્જ.
---Advertisement---

અમેરિકાની ટેકનોલોજી કંપની Viasat  અને ભારતની  જૂની અને જાણીતી સરકારી કંપની BSNL  એ બંને સાથે મળીને કોલ્બ્રેશન કરવાની જાહેરાત કરી દીધી છે જેમનો મુખ્ય હેતુ ભારતીય નૌસેના ને લઈને હશે. આ વાતની જાહેરાત ગયા અઠવાડિયે કરાઈ હતી. આ બંને કંપની સાથે મળીને કામ કેમ કરશે તેમનો મુખ્ય હેતુ એ છે કે ભારતીય નૌસેનાને સેટેલાઈટ ના દ્વારા વાતચીત કરવાની નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ ને પૂરું પાડવાનું છે જેથી કમ્યુનિકેશન વધુ મજબૂત થઈ શકે.

 અહેવાલના પ્રમાણે જાન્યુઆરી મહિનાના અંતમાં નૌસેનાટેકનોલોજી માળખા ની અંદર સુધારા વધારા કરી તેને નવું  બનાવવું તેમજ આધુનિક બનાવવાનું કામ શરૂ થઈ જશે જે આ બંને કંપનીઓને સહાય પૂરી પાડશે. આ ભાગીદારી હેઠળ ભારતીય ન સેનાના જહાજો અને પ્લેટફોર્મ્સ ને બે નેટવર્ક સાથે જોડવામાં આવશે.

Ka-band કે જે સિસ્ટમ દ્વારા ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ અને અગત્યના ડેટા મળશે. L-band  કે જેના દ્વારા સીધા સાધનો પર સરળતાથી સિગ્નલ મળશે જે ખૂબ જ મજબૂત ગણવામાં આવે છે. બંને કંપનીના જણાવ્યા અનુસાર એના લીધે ભારતીય નૌસેનાને એવી  કનેક્ટિવિટી મળશે કે  ખૂબ જ સુરક્ષિત ગણવામાં આવે છે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય પણ તે તૂટશે નહીં.

સેટેલાઈટ ફ્રિકવન્સી ના આ બંને પ્રકારો અલગ અલગ પોતાની ખાસિયતો ને દર્શાવે છે  જેમાં L-band ખૂબ જ ભરોસે પાત્ર માનવામાં આવે છે અને તેની ખાસિયત એ છે કે જ્યારે પણ ખરાબ હવામાન, વરસાદ કે વાદળોને ચીરીને પણ સિગ્નલ ને પહોંચાડી શકે છે. આના કારણે સમુદ્રની અંદર maritime  અને ઇમર્જન્સીના સમયે વાતચીત કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

 જ્યારે Ka-band  હવામાન  સંવેદનશીલતા પૂરી પાડે છે કે જેમાં વાદળછાયા વાતાવરણ  ની અંદર તકલીફ પડી શકે છે પરંતુ અટેકનોલોજીને ખૂબ જ ઝડપી ગણાય છે, જ્યારે પણ આપણને હાઈડ ડેફીનેશન વિડિયો કોઈ પણ પ્લેટફોર્મ પર સ્ટીમ કરવો હોય અથવા કોઈપણ એવો ડેટા જે મોટો હોય તેને એક સાથે મોકલવો હોય ત્યારે આ બેન્ડ સૌથી પ્રસરકારક હોય છે.

Viasat કંપનીના એક અધિકારી ટોડ મેકડોનેલે એવું જણાવ્યું કે આ નવું અપગ્રેડ L-band  કેજે હવામાનની અંદર ટકી શકતુ હોય તેની  મજબૂતી અને Ka-band  ની ઝડપ જે ખૂબ શક્તિશાળા ડેટા ટ્રાન્સફર આપે છે તે બંને ને ભેગા કરે છે. અત્યારે તો મહત્વ પણ ઓપરેશન અથવા તો ઈમરજન્સી ની અંદર આ જોડાણ ભારતીય નૌસેના માટે ઉપયોગી સાબિત થશે. કારણકે આની અંદર અડચણ વગર અને કોઈપણ Bug  વગર સતત નેટવર્કિંગ ચાલુ રહેશે અને બહેતર કનેક્ટિવિટી પૂરી પળાશે.

આ કરારના અનુસાર બંને કંપનીઓ પોતાની જવાબદારીને સરખી રીતે વહેંચણી કરશે જેની અંદર Viasat ઇન્ટરનેશનલ સેટેલાઈટ નેટવર્ક  કે જે દુનિયાભરમાં ફેલાયેલા સેટેલાઈટ ના દ્વારા  વિસ્તૃત રીતે  ભારતીય નોસેના ને કવરેજ પૂરું પાડવાનું કામ કરશે.  તેમજ ભારતીય સરકારી કંપની BSNL ના જમીન પર આવેલા કેન્દ્રો એટલે કે ‘ગેટવે અર્થ સ્ટેશન્સ’ આપશે. આ એવા પ્રકારના કેન્દ્રો છે જે જમીન પરના નેટવર્કને આકાશની અંદર રહેલા સેટેલાઈટ સાથે મર્જ કરવાનું કામ  કરે છે. Viasat આકાશમાં નેટવર્ક સંભાળશે અને BSNL જમીન પરનું માળખું પૂરું પાડશે.

આ પ્રોવાઇડર ઘણા સમયથી  ભારતનો ટેકનોલોજી પાર્ટનર  રહ્યો છે અને આ પહેલીવાર નથી કે જ્યારે Viasat ભારતીય સરકારના કહેવાથી પોતાનો સમર્થન આપી રહેલ છે તે ઘણા સમયથી પાર્ટનર થયેલ છેઅને તે ઘણા સમયથી ભારતના સુરક્ષા દળ જેમ કે ભારતીય  નોસેના અને ભારતીય આર્મી તેમજ ડિઝાસ્ટર રિસ્પોન્સ માટે ઘણીવાર મહત્વની સેટેલાઈટ ફેસીલીટી ની સેવા પૂરી પાડી રહી છે.

 કંપનીના અધિકારી મેકડોનેલ દ્વારા જાણ કરવામાં આવી કે આ નવી ભાગીદારી ભારતીય સંરક્ષણ અને સમુદ્રી સંચાર વ્યવસ્થા ને વધુ સારી બનાવવા માટેની તેમની લોંગ ટર્મ કમિટમેન્ટ ને ફરી એક વખત ખૂબ જ મજબૂત કરે છે. જેના દ્વારા ભારતીય દળને  વધુ ટેકનોલોજી  નો ઉપયોગ કરવા મળે. 

ખરેખર  ભારતીય કંપની BSNL અને Viasat બંનેને કામ કરવાનો ઘણો વર્ષ જૂનો અનુભવ છે અને આ  નવો કોલાબ્રેશન નથી આ વર્ષો જૂનો છે અને આ વર્ષોથી ચાલી આવતી ભાગીદારી છે. Viasat India ના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ  શર્મા દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રકારની નવી સફળતા BSNL  કંપની અને ભારતીય સંરક્ષણ દડો સાથેના અમારા સતત ચાલતા કામમાં એક ખૂબ જ અગત્યનો ડગલું છે. આ કરાર ને આપણે પહેલેથી ચાલતા આવેલા સંબંધો અને વ્યવસાયિક સંબંધ વચ્ચે  સારા સમાચાર ની વાત છે.

Viasat એ ડિસેમ્બર 2005 ની અંદર સરકારી ઉપયોગ માટે તેના આંતરરાષ્ટ્રીય Ka-band નેટવર્કની મોટા પાયલ લોન્ચ કર્યું હતું અને આ સેવાઓમાં ત્રણ વસ્તુને Add-on કરી હતી.

  1. સ્ટ્રોંગ Ka-band સેટેલાઈટસ.
  2. Global Xpress સેટેલાઈટનો કાફલો કે જે Viasat હસ્તગત કર્યો હતો.
  3.  બીજા પસંદગીના પાર્ટનર સેટેલાઈટસ.

આના કારણે સરકાર અને લશ્કરના વપરાશ કરતાઓને પૂરી દુનિયાની અંદર ગમે ત્યાં અલગ અલગ મલ્ટી ઓરબીટ ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત કનેક્ટિવિટી મળી શકશે.

હમણાં થોડા સમય પહેલા જ આ કંપનીઓએ ભારતમાં ટેકનોલોજી અને તાલીમ ક્ષેત્રે એક નવી શરૂઆત કરી છે. વર્ષ 2025 ના “India Mobile World Congress” ના કાર્યક્રમની અંદર આની જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા ખાસ પ્રકારના ટ્રેનીંગ પ્રોગ્રામ્સ શરૂ કરેલ છે અને આ પ્રોગ્રામ્સનો હેતુ  લોકોને અને નાના-મોટા ઉદ્યોગોને  હવા કે અવકાશ દ્વારા મળતું નેટવર્ક એટલે કે (Arial Connectivity) માટે તૈયાર કરવાનો છે.

તેઓનો ઉદ્દેશ્ય માત્ર ટેકનોલોજી નહીં પરંતુ ભારતના લોકોને તે ટેકનોલોજીની ઉપયોગ કરતા થાય તે છે અને આ ટેકનોલોજીને શીખવવા માટે તાલીમ પણ આપી રહ્યા છે.

ઇન્ડિયન નેવી ના આ નવા પ્રોગ્રામ માટે જરૂરી દરેક પ્રકારની ટેકનીકલ વ્યવસ્થા અને તેનો સપોર્ટ Viasat  કંપનીની ઇન્ટરનેશનલ ટીમ પૂરી પાડશે. તેમજ કંપનીના ડાયરેક્ટ જણાવ્યું કે આ ટેકનોલોજી માટેના દરેક જરૂરી સાધનો ભારત પહોંચ્યા છે. કોઈપણ પ્રકારના કામમાં વિલંબ વગર આ જ મહિનાના અંત સુધીમાં આ સાધનોનું ઇન્સ્ટોલેશન જહાજો કે બેઝ પર ફીટ કરવાની કામગીરીને શરૂ કરી દેવામાં આવશે. 

Viasat કંપનીના સિનિયર અધિકારી વેક્ટર હરાફ ના દ્વારા જાણવામાં આવ્યું છે કે આ નવી ટેકનોલોજીનો મુખ્ય હેતુ સૈનિકોને એ પ્રકારની શક્તિ આપવાનો છે કે જેના દ્વારા આખી દુનિયામાં ગમે ત્યાંથી ઇન્ફોર્મેશન ને મેળવી શકે. હાલની તારીખમાં જ્યાં દુશ્મનો પણ ઘણા  હોશિયાર થઈ ગયા છે અને જે તેઓ નેટવર્ક જામ કરવાની કોશિશ કરતા હોય છે તે જગ્યાએ સુરક્ષિત કનેક્ટિવિટી સૈનિકોને માહિતીમાં ફાયદો પૂરો પાડશે જે એક સારી ખબર છે.

 આ કંપની એવી સુવિધા પૂરી પાડવા માંગે છે કે જે ભરોસોપાત્ર હોય અને તેના યુઝર્સ એટલે કે આપણા સૈનિકો ની જરૂરિયાતોને અનુસરતા હોય એટલે કે જરૂરિયાત મુજબ હોય.

મિશન-ક્રિટિકલ SATCOM (સેટેલાઇટ કોમ્યુનિકેશન) માં હાઈબ્રિડ કનેક્ટિવિટી વધુને વધુ એક મુખ્ય અભિગમ તરીકે ઉભરી રહી છે આ  હાઇબ્રીડ પદ્ધતિ  કેમ્પ શ્રેષ્ઠ છે ચાલો વિગતવાર જાણીએ.

 હાઈબ્રીડ પદ્ધતિનો અર્થ એ છે કે એક કરતાં વધુ પ્રકારના સેટેલાઈટ બેન્ડ કે જે (L,Ku અને Ka) નો સાથે ઉપયોગ કરવો છે અને હવે આ એક સ્ટાન્ડર્ડ રીત બની ગયેલ છે. જ્યારે પણ હવામાન ખૂબ ખરાબ હોય છે અથવા તો વરસાદ તીવ્ર ગતિથી હોય ત્યારે L-band  નો ઉપયોગ કરવામાં આવે છે કેમકે આ પદ્ધતિ વાદળોને ભેરીને પોતાની ક્ષમતા દર્શાવી શકે છે.

 જ્યારે પણ હવામાન સારું હોય અને ખૂબ સ્પીડમાં ડેટા મોકલવાની જરૂરિયાત સર્જાય ત્યારે Ka-band  અથવા તો Ku-band  નો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી સમગ્રની વચ્ચે પણ નેટવર્કમાં ક્યારે અવરોધ પડતો નથી અને કનેક્ટિવિટી નિરંતર ચાલુ  રહેતી હોય છે જેનો આપણે ટૂંકમાં રિવિઝન કરી દીધું.

 ભારતીય સુરક્ષા દળને વધુ મજબૂત કરવા અને તેમની સિક્યોરિટી તેમજ તેમના વર્કિંગ લાઇફ સ્ટાઇલને અપગ્રેડ કરતું ખૂબ મહત્વનો પગલું ભરાયેલ છે જે સુરક્ષા માટે ખૂબ જ સારી રીતના કામ કરશે અને ટેકનોલોજીમાં પણ વિકાસ થતો જોવા મળે છે. 

Share

Related Post

ભારત અને યુરોપ વચ્ચે 6G માટે ઐતિહાસિક સમજૂતી: જાણો શું છે 'ટુવર્ડ્સ 2030' માસ્ટર પ્લાન?
TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.
ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.
હવે ટાવર વગર મોબાઈલમાં આવશે નેટવર્ક? Starlink ની D2D સેવા અને ભારત સરકારનો નવો વળાંક.
DPDP Act: ડેટા પ્રાઇવસીની દુનિયામાં TCS અને Jio ની એન્ટ્રી
Nvidia ની નવી Rubin AI Chips ડેટા સેન્ટર્સની દુનિયા બદલી નાખશે! જાણો કેવી રીતે ગરમ પાણીથી સર્વર્સ ઠંડા થશે અને શા માટે ચિલર બનાવતી કંપનીઓના શેર ઘટ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Leave a Comment