હાલના ટૂંક સમયની અંદર જ ભારત તેમજ યુરોપિયન યુનિયન ની વચ્ચે એક ઐતિહાસિક ડીલ થઈ હતી જે “મધર ઓફ ઓલ ડીલસ” તરીકે પ્રખ્યાત થઈ હતી. તેમાંથી જ એક મુખ્ય પ્રકારના સમાચારના વિશે આજે આપણે સમજીશું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મજબૂત ટેકનિકલ સંબંધો અને ભવિષ્યની અંદર ઇન્ટરનેટ ટેકનોલોજી એટલે કે 6G ના વિશે સમજીશું.
આમ તો ખરેખર ભારત અને યુરોપિયન યુનિયન ની વચ્ચે ઘણી બાબતે વાતચીત અને ડીલ થઈ હતી પણ એમાંથી આપણે જો માત્ર ટેલિકોમ ક્ષેત્રની વાત કરીએ તો ભારત અને યુરોપિયન યુનિયન સાથે મળીને ભવિષ્યની 6G ટેકનોલોજી પર રિસર્ચ કરશે. હજી સુધી ઘણા એવા દેશો છે જ્યાં 5G વ્યવસ્થિત રીતે પહોંચ્યું નથી ત્યાં જ 6g ની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે.
બંને પક્ષો ભેગા મળીને એવી રીતના કામ કરશે કે જેના દ્વારા 6G ટેકનોલોજી માટે જરૂરી સાધનોની સાચવણી કરેલી તેમજ તેના નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરે સમાન હોય. બંને પક્ષોના ભેગા મળીને કામ કરવાનો મુખ્ય હેતુ ડિજિટલ વિકાસ કરવાનો છે જે સુરક્ષિત પણ હોય અને જેમાં દરેક વર્ગના લોકો માટે વ્યાજબી હોય. આના કારણે વૈશ્વિક સ્તર પર પ્રભાવ પડશે કારણકે આ જોડાણના કારણે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર ચીન, જાપાન અને અમુક ટેકનોલોજી ક્ષેત્રે એડવાન્સ દેશોની ઉપર નિર્ભરતા ઓછી થઈ જશે. માટે ભારત અને યુરોપિયન યુનિયન ની ભાગીદારી ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે કે જેની અસર વૈશ્વિક સ્તર પર પડી શકે છે.
ભારત અને યુરોપિયન યુનિયન અને વ્યૂહાત્મક જોડાણ જવા થઈ રહ્યું છે જેમાં બંને પક્ષો Next Generation એટલે કે ભવિષ્યની અંદર ડિજિટલ ટેકનોલોજી જેવી કે મુખ્યત્વે 6G ટેલિકોમ નિયંત્રણ સાથે મળીને કામ કરવાનો તેમનો મુખ્ય હેતુ મજબૂત કર્યો છે. તેનાથી લગભગ ત્રણ મુખ્ય ફાયદાઓ થઈ શકે છે. બંને પક્ષોના જોડાણના કારણે ત્રણ બાબતો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે જે Trust, Security અને Resilient Supply Chains (વિશ્વાસ , સુરક્ષા અને મજબૂત વૈશ્વિક સપ્લાય ચેઈન) છે.
બંને પક્ષોની ખાસ મુલાકાતની જાહેરાત ત્યારે કરવામાં આવી ત્યારે યુરોપિયન કમિશનના પ્રમુખ Ursula von der Leyen અને તેમની આખી ટીમ 27 થી 28 ફેબ્રુઆરી 2026 ના દિવસે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રકારની પ્રતિબુદ્ધતા ને બંને પક્ષોના વડા ના દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ‘લીડર સ્ટેટમેન્ટ’ ની અંદર જગ્યા મળી છે.
બંને પક્ષોના વ્યાપારિક માળખાની સ્પષ્ટ માહિતી.
હાલમાં ટૂંક સમય પહેલા જ આ બંને પક્ષો વચ્ચે ખાસ પ્રકારની વ્યાપારિક સંધિ થઈ હતી જેમાં ઘણા બધા પ્રકારના માળખાકીય પરિવર્તન કરવામાં આવ્યા હતા.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે TTC (Trade and Technology Council) નામનો એક ખાસ પ્રકારનો માળખું છે. તેમજ નેતાઓના દ્વારા આ માળખાની હેઠળ નવી તેમજ ભવિષ્યની અંદર ભરતી ટેકનોલોજીના વધતા મહત્વના વિષય પર ભાર મુકેલ છે. બંને પક્ષોના દ્વારા ટેલીકમ્યુનિકેશન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી નાનિયમો બનાવવા માટે વધુ ઊંડો સહયોગ કરવાનો નિર્ણય લીધેલ છે.
બંને પક્ષોના દ્વારા ભવિષ્યને લઈને ખૂબ ગંભીર રીતે આના પર કામ થાય તેવી શક્યતા છે. આનો અર્થ એવો છે કે હવે માત્ર વાતો જ નહીં પણ ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનના ક્ષેત્રની અંદર ખૂબ જ મોટા સ્તરે કામ કરવામાં આવશે તેમજ આવા પ્રકારના ભવિષ્યની અંદર એગ્રીમેન્ટ પણ થશે.
6G ના સંશોધન, ધોરણો અને સપ્લાય ચેઇન પર ધ્યાન કેન્દ્રિત!
બંને પક્ષોના દ્વારા એક મહત્વનો જોડાણ થઈ રહ્યું છે જેમાં ભારતનું ‘Bharat 6G Alliance’ તેમજ યુરોપિયન યુનિયન તરફથી ‘6G Smart Networks and Services Industry Association’ હવે બંને એક સાથે મળીને કામ કરશે. બંને સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે 6G ના માટે જે પણ તેઓ રિસર્ચ અને નવા પ્રકારની શોધ થાય તે બંને દેશોને જરૂરિયાતના પ્રમાણે એક સમાન હોય.
બંને પક્ષોના જોડાણથી થતી આ નવી ભાગીદારીથી એવા પ્રકારનું 6G નેટવર્ક તૈયાર થશે કે જે વધુ સુરક્ષિત હશે, કે જે વિશ્વાસપાત્ર હશે તેમ જ ભવિષ્યની અંદર તમામ પ્રકારની ઇન્ટરનેટને લાગતી જરૂરીયાતો ને પહોંચી વળવા માટે તૈયાર હશે.
ભારત અને યુરોપ અલગ અલગ કામ કરવાને બદલે હવેથી ભાગીદારી કરીને એક સાથે એક જ દિશાની અંદર મહેનત કરશે કે જેના દ્વારા સૌથી પહેલું તેમજ સારું, સિક્યોર અને સ્ટ્રોંગ 6G નેટવર્ક લોન્ચ કરી શકે. આના માટે બંને દેશોની ટીમ તૈયાર છે.
6G નેટવર્ક પર કામ કરવાના બંને પક્ષોના મુખ્ય હેતુ.
બંને પક્ષો ટેક્નોલોજી ને લઈને ખૂબ ગંભીર છે અને બંને પક્ષો સાથે મળીને એક ઉચ્ચતર નું કામ કરવા ઈચ્છે છે. આ સહયોગ ના કારણે ટેલિકોમ ક્ષેત્રની અંદર સાધનોનો પુરવઠો સુરક્ષિત તેમજ ડ્રાઇવર્સીફાઈડ બનશે કે જેના કારણે કોઈ પણ દેશની ઉપર નિર્ભરતા રાખવાની જરૂર પડે નહીં, જેથી એક મજબૂત સપ્લાય ચેન બનશે.
ભવિષ્ય ની અંદર 6G નેટવર્ક ટેકનોલોજી ની અંદર ત્રણ પ્રકાર ની બાબતો પર મુખ્યત્વે ધ્યાન દોરવામાં આવશે જે Openness (ટેકનોલોજી એકદમ ટ્રાન્સપરન્ટ હશે), Interoperability (વિવિધ કંપનીઓના સાધનો એકબીજા સાથે ખૂબ સહેલાઈથી જોડાઈ શકશે), અને Security-by-design ( સુરક્ષા એવી હશે કે જેમાં ટેકનોલોજી બનાવતી વખતે જ અંદર વણી લેવા આવી હોય)
બંને પક્ષોના દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે તેમજ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, ટેસ્ટિંગ અને તેના ધોરણો નક્કી કરવા માટે સાથે મળીને કામ કરશે કે જેના કારણે સમગ્ર વિશ્વની અંદર એક સમાન તેમજ સુરક્ષિત નિયમો ને લાગુ કરી શકાય.
આમ તો ભારતનો પોતાનો એક રાષ્ટ્રીય 6G પ્લાન છે કે જેનું નેતૃત્વ ભારતની ટેલિકોમ વિભાગ DoT ના દ્વારા સંચાલિત છે. આ સંયુક્ત સંયોગના ના આધાર પર એવો પુરાવો મળે છે કે ભારત હવે માત્ર ટેકનોલોજી વાપરવા જ નથી માંગતું પણ દુનિયાભરના દેશોની અંદર 6G ટેકનોલોજીના વિકાસમાં પોતાનું સ્થાન મેળવવા માંગે છે.
ભારત એવું ઈચ્છે છે કે ભવિષ્યનું ઇન્ટરનેટ એટલે કે 6G નેટવર્કની ટેકનોલોજી આ ત્રણ બાબતોની ઉપર આધારિત હોવી જોઈએ કે જે સુરક્ષિત હોય (ફાઇબર હુમલાઓની સામે રક્ષણ મેળવવું), સસ્તી હોય ( કોઈ પણ સામાન્ય માણસ ટેકનોલોજી વાપરવા માટે સક્ષમ હોય) તેમ જ પર્યાવરણની અનુકૂળ હોય ( તે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેમ જ ઓછી વીજળીનો વપરાશ થાય).
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેની મજબૂત ભાગીદારી તેમજ લાંબા ગાળા ના ફાયદાઓ.
આ પ્રકારનો Strategic Agenda ભારત અને યુરોપિયન યુનિયન ની વચ્ચે જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. બંને પક્ષોના દ્વારા સાથે મળીને એવું ડિજિટલ ઇકો સિસ્ટમ તૈયાર કરવા ની ઈચ્છા રાખે છે કે ના પર વિશ્વાસ કરી શકાય તેમ જ તે કોઈ પણ મુશ્કેલી અથવા ટેકનીકલ સમસ્યા ની અંદર પણ અટકે નહીં.
બંને સંગઠન ના આ જોડાણના કારણે માત્ર તેઓની સરકારને જ નહીં પરંતુ તેમના દેશની અંદર રહેતા નાગરિકો, તેમના ઉદ્યોગોને અને સમગ્ર વિશ્વ ઉપરની ફાયદો જોવા મળશે. બંને પક્ષોના સંગઠનને કારણે એક વૈશ્વિક પ્રભાવ પડશે જેમાં ભારત અને યુરોપિયન યુનિયન ના ટેકનોલોજીના ક્ષેત્રમાં એક એવો ઉદાહરણ પૂરું પાડશે કે જે સમગ્ર દુનિયા ની માટે ફાયદાકારક તેમજ સુરક્ષિત પણ હશે.
તારીખ 27 જાન્યુઆરી 2026 ના રોજ નવી દિલ્હી ની અંદર India-EU Summit યોજવામાં આવી હતી જેમાં “Towards 2030” નામનો એક સંયુક્ત એજન્ડા સ્વીકારવામાં આવ્યો હતો કે જે લાંબા ગાળા માટે એક માસ્ટર પ્લાન છે.
આ પ્લાન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિશે વાત કરીએ તો તે ઉદ્દેશ્ય એવું ડિજિટલ માળખું તૈયાર કરવાનું છે કે જે દરેક લોકો માટે સરળ રીતે ઉપલબ્ધ હોય, સુરક્ષિત હોય અને મજબૂત પણ હોય. ભારતની Bharat 6G Alliance અને યુરોપની 6G Smart Networks Association ના વચ્ચે થયેલા MoU નામ મુજબ બંને પક્ષો હવેથી વધુ નજીક આવીને અને સાથે મળીને ટેકનોલોજી ને ડેવલોપ કરશે.
બંને સંગઠનના આ જોડાણને કારણે ટેલિકોમ નેટવર્ક વધુ ટ્રાન્સપરન્ટ તેમજ સુરક્ષિત બનશે જેના દ્વારા બંને સંગઠન તેમજ તેમના દેશની અંદર રહેતા નાગરિકોને ખૂબ ફાયદો થશે. બંને સંગઠનના આ જોડાણના કારણે બંને પ્રદેશોને નાણાકીય લાભ તેમજ ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ ઝડપથી વિકાસ જોવા મળશે.






