આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વૈશ્વિક સ્તર પર વપરાતી એક મહત્વપૂર્ણ ભૂમિકા છે તેમજ ભારતની અંદર પણ તેનું ચલણ ખૂબ જ વધ્યું છે, ભારતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ તેમજ ઘણી બધી સંસ્થાઓ આનો ઉપયોગ કરે છે તેથી તેના ચલણમાં વધારો જોવા મળ્યો છે અને આવનારો સમય પણ AI નો જ છે.
ઓફિસિયલસ ના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતા મહિને ફેબ્રુઆરી મહિનાની અંદર યોજાઓનારી “IndiaAI Impact Summit” ની અંદર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે અમુક ચોક્કસ પ્રકારના ધોરણો અને સામાન્ય નિયમોની યાદી ની સહમતિ સાધવા માટે વૈશ્વિક દરેક રાષ્ટ્ર સહમત થાય તે ભારતનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે.
ટૂંકમાં જણાવીએ તો આ સભામાં ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય એ રહેશે કે દુનિયાના અલગ-અલગ દેશો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટેના સામાન્ય નિયમો અને ધોરણો બનાવવા માટે એકમત થાય તેમજ ભારતનો ઉદ્દેશ્ય એવું કહેવા માગે છે કે AI નો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે તેની માટેની સમજૂતી એક સરખી જ હોય.
ઓફિશિયલસ ના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ સમિતિની અંદર યુનાઇટેડ નેશનની વિવિધ સંસ્થાઓ તેમજ અમુક વિવિધ સંગઠનનો પણ સમાવેશ થાય છે. 38 જેટલી અલગ અલગ વિવિધ આંતરરાષ્ટ્રીય સમિતિઓ હાલની અંદર AI ના નિયમો (Standards) તૈયાર કરી રહી છે.ટૂંકમાં કહીએ તો હાલમાં દુનિયાભરની મોટી મોટી વિવિધ સંસ્થાઓ AI ના ઉપયોગ માટે કયા પ્રકારના ચોક્કસ નિયમો હોવા જોઈએ તે નક્કી કરી રહી છે.
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના એક ઓફિસિયલ એ જણાવ્યું કે ભારતે કેવો દેશ છે કે જે પહેલાથી જ AI ના નિયમો બનાવવાના ઘણા બધા ઇન્ટરનેશનલ સબમિટ ની અંદર પોતાની હાજરી આપી છે અને તમામ સહભાગી ભારતીય મંત્રાલયો અને એજન્સીઓના પ્રતિભાવો એકત્રિત કરવામાં આવ્યા છે.ભારત સરકારના અલગ અલગ મંત્રાલયો અને આ વિષય ની અંદર જેથી પણ સલાહ સૂચન અને તેમના પ્રતિભાવ હતા તે બધાને ભેગી કરી દેવામાં આવી છે.
ભારત દ્વારા આપેલ આ બધી વિગત અને સલાહ સૂચન અનુસાર ભારતીય નક્કી કર્યું છે કે AI ના નિયમો કેવા હોવા જોઈએ અને કઈ રીતે તેના પર અંકુશ હોવો જોઈએ તેમજ દુનિયાની સામે ભારતનું પ્રભુત્વ શું રહેશે તેવી વિગત સ્પષ્ટ કરાઈ.
દુનિયાભરની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના નિયમો એક સરખા હોવા જોઈએ તેઓ ભારતને કેવું છે તેના પાછળ ભારતના ત્રણ મુખ્ય પાયાના હેતુઓ સામેલ છે જે 1) લોકો, 2) પ્રગતિ અને 3) પૃથ્વી છે. થનાર આ કોન્ફરન્સ ની અંદર ભારતની અમુક બાબતો પર ભાર મૂકવામાં આવશે ની અંદર AI બધાને સમાન ફાયદો મળવો જોઈએ, AI બનાવવા માટે જે પણ પ્રકારના ડેટા અને કોમ્પ્યુટર પાવરની જરૂરીયાત હોય છે તે ફક્ત ગણ્યાગાંઠે લોકો પાસે જ નહીં પરંતુ દરેકની પાસે આ માહિતી ઉપલબ્ધતા હોવી જોઈએ, અને AI નો ઉપયોગ આરોગ્ય, ખેતીવાડી, સરકારી કામકાજ તેમજ શિક્ષણની પાછળ સુધારા લાવવા માટે ઉપયોગ થવો જોઈએ. કંઈક આ પ્રકારની બાબતો પર આ કોન્ફરન્સ ની અંદર ભારતના ઉદ્દેશ્ય રહેશે.
દેશની અંદર ગયા વર્ષે સરકાર દ્વારા કન્ટેન્ટ ઓથેન્ટીકેશન, ડેટા ઇન્ટીગ્રિટી, સાયબર સિક્યુરિટી અને નિષ્પક્ષતા દુનિયામાં દેશો ની પ્રાપ્તિ કરવા માટે માપદંડો અને સામાન્ય ધોરણો વિકસાવવા બહાર પાડવામાં આવેલી ‘India AI Governance Guidelines‘ હેઠળ એક મુખ્ય લક્ષ્ય છે. કન્ટેન્ટ ઓથેન્ટીકેશન કે જેની અંદર AI ના દ્વારા બનાવેલી કોઈપણ માહિતી વસ્તુઓ સાચી છે કે ખોટી તેને પૃષ્ટિકરણ કરવું, ડેટા ઈન્ટિગ્રિટી અને સાયબર સિક્યુરિટી કે જેની અંદર આપણો ડેટા સુરક્ષિત રહે તેમજ સાયબર અટેક ના સામે બચી શકાય, તેમજ નિષ્પક્ષતા કે જેની અંદર AI દ્વારા કોઈની પ્રાઇવસી નું ઉલ્લંઘન નથી થઈ રહ્યું તેની ચકાસણી કરવી.
ભારત આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જે મુખ્ય ક્ષેત્રની અંદર આર્ટિફિશિયલ એજન્સ નો ઉપયોગ ના કિસ્સાઓનો એક ઓપન સોર્સ સંગ્રહસ્થાન સ્થાપિત કરવા માટે વૈશ્વિક કોમ્યુનિટી નીસાથે કામ કરવા માટે ખૂબ જ આતુર છે,કે જેને ગ્લોબલ સાઉથની અંદર સ્થાપિત કરી શકાય.ભારત પોતાની ટેક્નોલોજી દુનિયાના દેશી સાથે શેર કરવા માંગે છે ખાસ કરીને એવા દેશો જે વિકાસશીલ અથવા તો ગરીબ છે.
ભારત દુનિયાના દેશો માટે AI Commons નામ નું એક પ્રોડક્ટ બનાવશે જેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે સર્ટિફિકેશન, Anonymisation (વ્યક્તિની આઇડેન્ટિટી છુપાવી) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલી મજબૂતાઈથી કામ કરી રહ્યું છે તેની ચકાસણી જેવી સુવિધાઓ તેની અંદર રહેશે.આની અંદર દુનિયાના તમામ દેશો પોતાનો યોગદાન આપી શકશે.
આ બંને બાબતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ની પ્રસ્તાવ કરેલી વૈશ્વિક ભાગીદારી નો ભાગ હશે જે ભારત આ કોન્ફરન્સમાં જાહેર કરવા માટે ખૂબ જ આતુર છે જે વાત ફેબ્રુઆરી ની અંદર આ કોન્ફરન્સમાં કરવામાં આવશે. ભારત એવું પણ ઈચ્છે છે કે પૈસાની વ્યવસ્થા કરવા માટે “ ફંડિંગ ફેસીલીટી” બનાવવામાં આવે અને આ ફંડનો ઉપયોગ એવા કામમાં કરવામાં આવશે જેથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને લાગતી સમસ્યાઓમાં ઉકેલ આખી દુનિયા એક સાથે મળીને કરી શકે. ટૂંકમાં ભારત એ માત્ર નિયમો જ નથી બનાવવા માંગતું પણ તે જરૂરી પરિસ્થિતિના અનુસાર પૈસા અને વૈશ્વિક સહકારની વ્યવસ્થા પણ કરવા માંગે છે.
આવતા મહિને ફેબ્રુઆરી મહિનાની અંદર થનારી AI સમિટ ની અંદર AI ના ધોરણે પર ચર્ચા કરી રહેલા સ્ટેકહોલ્ડેર ને વ્યાપક પણે જોડવાની તક આપશે. હવે એવી અપેક્ષા છે કે AI ના નિયમો અને ગાઇડલાઇન્સ વિશે વધુ પડતી સ્પષ્ટ અને લાંબા ગાળાની સહમતી થશે, કારણકે વૈશ્વિક સંસ્થાઓએ આ બાબતે મુખ્ય કામ પહેલેથી કરી જ લીધું છે. અલગ અલગ અને ભિન્ન ચર્ચા અને વિચારણા સાથે આગળ વધી રહેલા દેશો હવે એક જ સાથે મળીને આના પર કામ કરશે અને આગળ વધશે.
૨૦૨૪ ના અંતમાં Inter-Parliamentary Union એ સંસદમાં AI નો ઉપયોગ કેવી રીતે કરવો તેની માર્ગદર્શિકા બહાર પાડી કે જે સંસદોના માટે અસરકારક અને જવાબદારી પૂર્વક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને સમજવા અને તેને લાગુ કરવા માટે એક વ્યાપક માળખું છે. દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ ના નેતૃત્વ હેઠળ G20 ના દેશોએ UNESCO ની એક ટૂલકિટને મંજૂરી આપી છે તેમજ આ ટુલકીટ ગવર્મેન્ટ ઓફિસર્સ ને એવું જણાવશે કે હ્યુમન રાઈટ્સ નું પાલન કરીને AI નો ઉપયોગ કેવી રીતના કરવો જોઈએ.
G7 ના દેશોએ પણ ગત વર્ષે AI બનાવતી કંપનીઓ માટે એક આંતરરાષ્ટ્રીય આચારસંહિતા નક્કી કરી છે કે જે એડવાન્સ AI સિસ્ટમ સુરક્ષિત રીતે બનાવી શકાય. દુનિયાની સૌથી મોટી ટેકનિકલ સંસ્થાઓ હવે AI ના નિયમો એકસરખા કરવા માટે ભેગી થઈ છે.
તાજેતરની અંદર જ વિશ્વની ત્રણ સૌથી મોટી ટેકનિકલ ધોરણોને નક્કી કરતી સંસ્થાઓ જેમ કે IEC, ISO, અને ITU એ વૈશ્વિક ધોરણોમાં સમાનતા લાવવા માટે ગત મહિનાની અંદર દક્ષિણ કોરિયાના Seoul માં યુનાઇટેડ સબમીટ ની યોજના કરી હતી કે જેથી તેઓ AI ના ધોરણે એક સમાન બનાવી શકે તેમજ વિવિધ દેશો વચ્ચે કોઈપણ વિરોધાભાસ નો પ્રશ્ન ના રહે.
આ માહિતી આપણને દર્શાવે છે કે ભારતની આગામી મહિના ની અંદર ફેબ્રુઆરી સમિટ પહેલા જ આખી દુનિયામાં AI ના નિયમો બનાવવાની પ્રક્રિયા ખૂબ જ તેજ ગતિ થઈ ગઈ છે અને ભારતનો પ્રભુત્વ આપણને એક સારા ધોરણે જોવા મળે તેવી આશા છે.







1 thought on “ભારત દ્વારા યોજાશે ફેબ્રુઆરી મહિનામાં એક મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટ.”