---Advertisement---

શું AI વગર ટેલિકોમ સેક્ટર અધૂરું છે? ચાલો જાણીએ સંપૂર્ણ વિગતવાર માહિતી.

By Dory
On: January 28, 2026 |
37 Views
શું AI વગર ટેલિકોમ સેક્ટર અધૂરું છે? ચાલો જાણીએ સંપૂર્ણ વિગતવાર માહિતી.
---Advertisement---

ટેલિકોમ કંપનીઓ જેવી કે BSNL,Jio,Airtel,Vi  વગેરે વગેરે AI સિસ્ટમનો ઉપયોગ કરે છે.અને તેઓની સિસ્ટમ આપમેળે જ ઓળખી  લે છે કે તેમના ગ્રાહકને કોઈ ફ્રોડ કોલ કે કોઈપણ પ્રકારની ફ્રોડ એકટીવીટી અથવા છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરે છે. 

એકવાર જો સ્કેમ એક્ટિવિટી પકડાઈ જાય તો બ્લોકચેન ટેકનોલોજી ના આધાર પર આ કંપનીઓ તેને બ્લોક કરી દે છે. બ્લોક ચેન ની આ પ્રક્રિયાને ઘણી સુરક્ષિત અને ટ્રાન્સપરન્ટ માનવામાં આવે છે જેથી કરીને કોઈ પણ ખોટી રીતના કોઈપણ યુઝર નો વ્યક્તિગત ડેટા અને સિક્યુરિટી સાથે છેડછાળ ના કરી શકે. ભારત દેશની અંદર દરરોજે આશરે લગભગ 40 કરોડ જેટલા ફ્રોડ કોલ તેમજ મેસેજને આ જ ટેકનોલોજીના દ્વારા પકડી લેવામાં આવે છે તેમજ તેને રોકવામાં આવે છે.

હાલના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેલિકોમ એકબીજાના વગર અધૂરા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ચલાવવા માટે એક સારા નેટવર્કની જરૂરિયાત પડતી હોય છે જેમ કે હાલના સમયમાં ચાલતું 5G નેટવર્ક,તેમજ મોટી મોટી ટેલિકોમ કંપનીઓને તેમના મોટા કામો, નેટવર્કની મેનેજ કરવા AI  ની જરૂર પડતી હોય છે તેથી આ બંને વસ્તુ સંકળાયેલી છે.

TRAI (Telecom Regulatory Authority of India) ના એક અધિકારીના દ્વારા જાણ કરવામાં આવ્યું કે AI  સિસ્ટમ કઈ રીતના કામ કરે છે તે બાબતે હજુ પણ ચિંતા ના વિષય છે. જો AI  સિસ્ટમ ના દ્વારા કોઈપણ પ્રકારની નાની કે મોટી ભૂલથી ભૂલ થઈ જાય અથવા તે કોઈ પણ પ્રકારનો ખોટો નિર્ણય લઈ લે છે તો તેની ઘણી મોટી અસર તે સિસ્ટમ ઉપયોગ કરતા  કરોડો યુઝર્સ પર થઈ શકે છે.  ઉદાહરણ તરીકે જણાવીએ તો ડેટાની સિક્યુરિટી જોખમમાં આવી અથવા તો નેટવર્કનું કામ કરવું બંધ થઈ જવું.

TRAI  ના ચેરમેન અનિલકુમાર ના દ્વારા કહેવામાં આવ્યું કે ટેલિકોમ નેટવર્ક એ AI  માટે Primary Carriers  છે. અર્થાત આર્ટિફિશિયલ  ઇન્ટેલિજન્સ ને લોકો સુધી પહોંચાડવા માટે એક સારું ઇન્ટરનેટ તેમજ એક મજબૂત પ્રકારના નેટવર્કની જરૂર પડે છે.

 બીજી બાજુ કહીએ તો AI  ટેલિકોમ નેટવર્કને એક બુદ્ધિશાળી સ્તર પૂરું પાડતું હોય છે એટલે કે AI  નેટવર્કને ઓટોમેટીક મેનેજ કરવામાં, ક્યાં ટ્રાફિક વધુ છે તે ઓળખવામાં અને સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે જેના લીધે બંને વસ્તુ સંલગ્ન છે તેવું કહી શકાય. 

વાસ્તવિક રીતે કંપનીઓ કઈ રીતે AI  નો ઉપયોગ કરે છે?

ચાલો આમાં એવું સમજીએ કે વાસ્તવિક  જીવનની અંદર ટેલિકોમ કંપનીઓ જેમ કે BSNL,Jio,Airtel,Vi  વગેરે વગેરે AI સિસ્ટમનો ઉપયોગ તેમના બિઝનેસ રન કરવા માટે કઈ રીતના કરે છે? TRAI ના ચેરમેન ના દ્વારા જણાવવામાં આવ્યું કે ટેલીકોન કંપનીઓ ઘણા બધા તેમના કાર્યો AI  ના ઉપયોગના દ્વારા કરે છે જેમ કે નેટવર્ક પ્લાનિંગ કે જેની અંદર કયા વિસ્તારની અંદર કયો ટાવર નાખવો અથવા તો કયા સિગ્નલ નબળા પડેલ છે અને તેમને સુધારા વધારા ની જરૂર પડી છે તેમનો આયોજન નો દરેક કાર્ય AI  કરે છે.

AI ના દ્વારા મેન્ટેનન્સ ની આગાહી પણ નક્કી કરી શકાય છે મશીન બગડે તે પહેલા જ AI  જણાવી દેશે કે શું તે વસ્તુને રીપેરીંગ ની જરૂર છે કે નહીં  જેના કારણે નેટવર્ક બંધ થતું હોય તો ના થાય અને કાર્યવાહી આગળ વધતી રહે.

ટેલીકોન કંપની તેમના ગ્રાહક નો અનુભવ અને તેમની સુરક્ષા ની સાવચેતી રાખવા માટે પણ AI  નો ઘણો મોટો ઉપયોગ કરે છે જેના કારણે ફ્રોડ રોકવા માટે અને તમામ સ્પેન મેસેજીસ અથવા તો કોલ ને પકડવા માટે AI  તેમને ખૂબ મદદ કરે છે જેથી કરીને તેમના ગ્રાહકોની પર્સનલ ડેટા સાવચેતી રાખી શકાય.

AI ના કારણે ઘણા મોટા કામો કંપનીઓ  માટે સહેલાઈથી થઈ જાય છે તેના કારણે AI  તેમના માટે એક ઓટોમેશન તરીકે કામ કરે છે. ઘણી વખત ગ્રાહકોના જટિલ કામ અથવા સમસ્યા કોઈપણ કસ્ટમર સર્વિસ  રીપ્રેઝન્ટેટિવ વગર એઆઈ ના દ્વારા સહેલાઈથી થઈ જાય છે.

ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેટલું ફાયદાકારક છે અને લોકોની સહાય કરે છે તેટલું જ તેની સાવચેતી રાખવી પણ જરૂરી છે. TRAI ના ચેરમેને  આ વસ્તુ ને સ્વીકારે છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણી મુશ્કેલી વધારી પણ શકે છે.જો તેની અંદર આપમેળે અથવા કોઈપણ પ્રકારના બગના કારણે તે ખોટો નિર્ણય લઈ લે છે અને જો ખોટી ઇન્ફોર્મેશન અથવા ખોટી વસ્તુ પ્રદર્શિત કરી દે તો તેના યુઝર્સ પર તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે. 

આર્ટિફિકેટ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરવા અમુક મહત્વપૂર્ણ બાબતો.

જેમ આપણે AI  ની મુખ્ય બાબતો અને  તેના લીધે થતા ફાયદાઓના વિશે જાણકાર છીએ તેમજ તેની મર્યાદાઓ પણ છે પરંતુ જો તેને સમજૂતીપૂર્વક વપરાશ કરવામાં આવે તો તે ખોટું નથી અને વપરાશ કરતા સમયે અમુક અનિવાર્ય શરતો હોવી જરૂરી છે જે નીચે મુજબ છે.

  •  પારદર્શકતા(Transparency) : સિસ્ટમ કયા કમાન્ડ પ્રમાણે કઈ રીતના તમને રિઝલ્ટ બતાવે છે અને નિર્ણય લે છે તેનું સ્પષ્ટીકરણ હોવું જરૂરી છે.
  •  જવાબદારી (Accountability) : જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો વપરાશ કરતી સમયે કોઈ પણ પ્રકારની ભૂલ સર્જાય અથવા કંઈક અડધણ આવે તો તેની જવાબદારી કોની ગણાશે તે નક્કી હોવું ખૂબ જરૂરી છે.
  • માનવીય દેખરેખ (Human Oversight) :   જ્યારે પણ આપણે કોઈપણ મશીન નો ઉપયોગ કરતા હોય તો જ્યારે પણ આપણને તેના દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી મળે અથવા તેની સહાયતા લીધા બાદ અંતિમ નિર્ણય અને અંકુશ રાખવો એ માણસની હાથમાં જ હોવો જોઈએ તે વસ્તુને મશીનને જવાબદારી આપવી નહીં.

કઈ રીતે ટેલિકોમ કંપનીઓ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી લોકોને Scam Activity  થી બચાવે છે?

 ટેલિકોમ કંપનીઓ સામાન્ય રીતે AI  ના ઉપયોગ દ્વારા તરત જ એ વસ્તુને પારખીલે છે કે તેમના ગ્રાહકને કયો  કોલ અથવા તો મેસેજ spam  એક્ટિવિટી કરનાર છે એટલે જ ઘણી વખત આપણા ફોનની અંદર જ્યારે પણ કોઈ અજાણી વ્યક્તિ નો ફોન આવે છે ત્યારે આ ટેલિકોમ કંપની આપણને અગાઉથી જ નોટિફિકેશન જાહેર કરી દે છે જે એક એડવાન્સ સિસ્ટમ છે,છેતરપિંડી કરનાર વ્યક્તિને ઓળખવાની.

 આ પ્રકારની ટેલિકોમ કંપનીમાં Blockchain ટેકનોલોજી નો ઉપયોગ દ્વારા એકવાર Spam Call  જો પકડાઈ જાય ત્યારબાદ તેને Blockchain ટેકનોલોજી નો ઉપયોગથી તેમના સિસ્ટમ દ્વારા બ્લોક કરી દેવામાં આવે છે જેથી કરીને તેમના ગ્રાહકોને બીજી વારા  તે જ નેટવર્ક દ્વારા વારંવાર Spam calls  ના આવે. 

તેમજ Blockchain  તે પ્રક્રિયાને એકદમ સુરક્ષિત અને પારદર્શક  રાખે છે કે જેથી કોઈપણ પ્રકારનો Fake  મેસેજ છટકી ના જાય.  ભારતમાં આમ જ રોજ કેટલાય Spam એક્ટિવિટી વાળા કોલ્સ અને મેસેજ લોકોને આવતા હોય છે. 

5G નું આગમન થવું, લોકો દ્વારા પુષ્કળ પ્રમાણમાં ઇન્ટરનેટ નો ઉપયોગ કરવો, IoT, અને હવે ચાલી રહેલી 6G  ની ગતિશીલ તૈયારીઓ  આ દરેક પ્રકાર ની વસ્તુ નેટવર્ક ને ખૂબ જ ગતિશીલ અને જટિલ બનાવી રહેલ છે કેમકે હવે દુનિયા ગણી ઝડપથી ચાલી રહી છે અને ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે.

 જે પણ આપણે અગાઉના સમયમાં સિસ્ટમના દ્વારા કામ કરતા હતા અને અત્યાર સુધી જે વાપરી રહ્યા હતા તેનો ઉપયોગ કરીને આટલા મોટા નેટવર્કનું કે જે ભવિષ્યમાં હજુ પણ વિકસે છે, તેનું સંચાલન કરવું હવે મુશ્કેલ છે. લાહોટીના કહેવા મુજબ, આધુનિક ટેકનોલોજી વગર નેટવર્ક મેનેજમેન્ટ હવે લોઢાના ચણા ચાવવા જેવું છે.

COAI ના વડા એસ. પી. કોચરનું કહેવું છે કે AI  નો વિકાસ એ સ્તર સુધી થઈ જવો જોઈએ કે તેને સામાન્ય જનતા ને પણ ઉપયોગી થાય.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં સાક્ષરતા ઓછી  શકે તેવી જગ્યા પર AI  ઘણા મોટા પ્રમાણમાં ફેરફાર લાવી શકે છે. AI ને માત્ર મોટા મોટા શહેરોની અંદર જ નહીં પણ નાના-મોટા ગામડાઓ અને જિલ્લાઓની અંદર પણ તેને વિકાસ થવો જોઈએ.

ગામડાઓની અંદર રહેતા એવા લોકો કે  જેમને ટાઈપિંગ કરતાં ના આવડતું હોય અથવા તો સ્માર્ટફોન કે અમુક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરતા ન આવડતું હોય તેવો પોતાની માતૃભાષા બોલીને  અમુક ચોક્કસ સહકારી યોજના, ખેતીની માહિતી અને બેન્કિંગ સુવિધાઓની પ્રાપ્તિ કરી શકે તેવી સિસ્ટમ  બનાવી તેમની મદદ કરી શકાય છે અને આ સિસ્ટમ બનાવી ખૂબ જરૂરી છે. 

AI ના નિયમોને લઈને કઈ રીતે ભારતીય સરકાર તૈયારી કરી રહી છે?

ભારત AI ને લઈને ઘણું આતુર જોવા મળ્યું છે તેમજ રાજધાની દિલ્હીની અંદર 19-20  ફેબ્રુઆરીના રોજ એક મોટું સંમેલન યોજવા જઈ રહ્યું છે, જે “IndiaAI Impact Summit  છે.

 આ કાર્યક્રમની પહેલા આપણા દેશની અંદર ઘણી બધી નાની મોટી ઇવેન્ટ્સ યોજાઈ હતી. તેમાંથી મળેલ સૂચનાઓ અને લોકોના વિચારો  એકઠા  કરવામાં આવ્યા છે.

આમ દરેક લોકોના વિચારો અને અભિપ્રાયો ના ઉપયોગ કરીને સત્તાવાર દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે અને આ દસ્તાવેજ નક્કી કરશે કે ભારત આવનારા સમયની અંદર AI  નો ઉપયોગ કેવી રીતના કરવા જઈ રહ્યો છે અને તેના શું ફાયદાઓ રહેવાના છે. 

સરકારનો ઉદ્દેશ્ય એવો હતો કે વધુમાં વધુ લોકો AI ના વિશે જાણે અને પોતાનો મંતવ્ય આપે, તે માટે તેમણે 300 થી પણ વધુ pre-AI impact summit events યોજવાનું લક્ષ્ય રાખેલ હતું. અત્યાર સુધીમાં આ આંકડો 300 ને  વટાવી ને  350 થી પણ વધુ થઈ ગયો છે. આનાથી અપેક્ષા કરતાં પણ વધુ લોકો જોડાઈ  રહ્યા છે.

 હજુ આ પ્રક્રિયાનો અંત આવ્યો નથી સાત ફેબ્રુઆરી સુધીમાં 157  જેટલી નાની ઇવેન્ટ્સ દેશભરના ખૂણે યોજાશે જે આખા દેશની અંદર AI  ના વિશેની  જાગૃતતા ને લોકો સુધી પહોંચાડશે.

કવિતા ભાટીયા એ માહિતી આપી હતી કે  અત્યાર સુધી યોજાયેલી 350 ઈવેન્ટ્સમાં લગભગ 2.2 લાખ લોકોએ ભાગ લીધો છે અને આ આપણો સૂચવે છે કે AI  માત્ર એન્જિનિયરો કે વૈજ્ઞાનિક સુધી જ મર્યાદિત નથી રહ્યું પણ વિદ્યાર્થીઓનો, નાના-મોટા ઉદ્યોગ સાહસિકો તેમજ સામાન્ય લોકો પણ આમાં પોતાની રૂચી દેખાડી રહ્યા છે.

IndiaAI Impact Summit ની અંદર દુનિયાના 100 થી પણ વધુ દેશો જોડાશે જે ભારતની AI  શક્તિનો વૈશ્વિક સ્વીકારને દર્શાવે છે. લગભગ 15 થી પણ વધુ દેશો ના વડાઓ આમાં જોડાય તેવી અપેક્ષા છે. અત્યાર સુધીમાં 12 જેટલા દેશોએ પોતાની હાજરી થવાની છે તેનું  પુષ્ટીકરણ કરી દીધું છે.

 આ ઇવેન્ટ ની અંદર માત્ર મોટા મોટા દેશના અને ભારત દેશના રાજનેતાઓ જ નહીં પરંતુ ટેકનોલોજી અને બિઝનેસ ક્ષેત્રની અંદર 50થી પણ વધુ વૈશ્વિક નેતાઓ આ સભાની અંદર હાજરી આપશે.  આ પ્રકારની આખી માહિતી કવિતા ભાટીયા એ આપી.

Share

Related Post

ભારત અને યુરોપ વચ્ચે 6G માટે ઐતિહાસિક સમજૂતી: જાણો શું છે 'ટુવર્ડ્સ 2030' માસ્ટર પ્લાન?
TCS બ્રાઝિલમાં ₹330 કરોડનું રોકાણ કરશે! લેટિન અમેરિકામાં બિઝનેસ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલું.
ભારત અને સિંગાપોરને જોડવા અમેરિકાની મોટી જાહેરાત, $3.2 મિલિયનની ગ્રાન્ટ મંજૂર! બદલાશે એશિયાની ઇન્ટરનેટની દુનિયા.
હવે ટાવર વગર મોબાઈલમાં આવશે નેટવર્ક? Starlink ની D2D સેવા અને ભારત સરકારનો નવો વળાંક.
DPDP Act: ડેટા પ્રાઇવસીની દુનિયામાં TCS અને Jio ની એન્ટ્રી
Nvidia ની નવી Rubin AI Chips ડેટા સેન્ટર્સની દુનિયા બદલી નાખશે! જાણો કેવી રીતે ગરમ પાણીથી સર્વર્સ ઠંડા થશે અને શા માટે ચિલર બનાવતી કંપનીઓના શેર ઘટ્યા. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

1 thought on “શું AI વગર ટેલિકોમ સેક્ટર અધૂરું છે? ચાલો જાણીએ સંપૂર્ણ વિગતવાર માહિતી.”

Leave a Comment